For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પંજાબની હવા વધુ ઝેરી બની, પરાળી બાળવાનો એક જ દિવસમાં 283 કેસ

11:05 AM Oct 30, 2025 IST | admin
પંજાબની હવા વધુ ઝેરી બની  પરાળી બાળવાનો એક જ દિવસમાં 283 કેસ

પંજાબની હવા દિવસેને દિવસે વધુને વધુ ઝેરી બની રહી છે. પંજાબમાં પરાળી બાળવાનો દર ઘટી રહ્યો હોવાના દાવાઓથી વિપરીત, હવે દરરોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે, પંજાબમાં પરાળી બાળવાના 283 નવા કેસ નોંધાયા હતા, જે આ સિઝનમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. આનાથી 2024માં સ્થાપિત રેકોર્ડ પણ તૂટી ગયો, જ્યારે 2024માં તે જ દિવસે પરાળી બાળવાના કુલ 219 કેસ નોંધાયા હતા.

Advertisement

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભગવંત માનનો ગૃહ જિલ્લો, સંગરુર, છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સૌથી વધુ પરાળી બાળવાનો રેકોર્ડ જોઈ રહ્યો છે. બુધવારે, સંગરુરમાં પણ પરાળી બાળવાના સૌથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં 79 કેસ નોંધાયા હતા. આનાથી પરાળી બાળવાના કુલ કેસ 170 પર પહોંચી ગયા છે. આનાથી પરાળી બાળવાના મામલામાં સંગરુર પંજાબમાં ત્રીજા સ્થાને છે.

પંજાબમાં સતત પરાળી બાળવાથી હવા પ્રદૂષિત થઈ રહી છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ઈઙઈઇ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે જાલંધર અને ખન્નાનો અચઈં 236-236 નોંધાયો હતો, જે ખરાબ શ્રેણીમાં આવે છે. યલો ઝોનમાં અન્ય ચાર શહેરોમાં અચઈં નોંધાયો હતો: પટિયાલાનો અચઈં 179, મંડી ગોવિંદગઢનો 196, લુધિયાણાનો 133 અને રૂપનગરનો 121 છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement