પંજાબમાં માન સરકારનો સપાટો, વિવિધ જેલના 25 અધિકારી સસ્પેન્ડ
ડ્રગ્સના નેટવર્ક અને ભ્રષ્ટાચાર ઉપર સર્જીકલ સ્ટ્રાઇક
પંજાબ સરકારે ભ્રષ્ટાચાર સામે કડક પગલુ ભરી જેલોમા પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કનો અંત લાવવા માટે 25 જેલ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.
ભગવંત માન સરકાર દ્વારા પંજાબના 25 પોલીસ અધિકારીઓ અને જેલ સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેલોમાં ભ્રષ્ટાચાર સામે પંજાબ સરકારની મોટી કાર્યવાહી, 25 અધિકારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમા 3 ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અને 2 આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ સહિત 25 જેલ કર્મચારીઓનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે માન સરકારનો આ નિર્ણય ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કનો અંત લાવવાનો છે, કારણ કે સરકારને જેલની અંદર ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્ક વિશે માહિતી મળી હતી. આ દરમિયાન પંજાબમા ડ્રગ્સ સામે લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. આ સાથે, તેમને મદદ કરવા માટે પુનર્વસન કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે આ સાથે જેલમા ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કને સમાપ્ત કરવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે.