પુલવામા હુમલાની પાંચમી વરસી: શહીદ જવાનોને મોદીની શ્રધ્ધાંજલિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પુલવામા આતંકી હુમલામાં શહીદ થનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યુ, હું પુલવામામાં શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું. આપણા રાષ્ટ્ર માટે તેમની સેવા અને બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. મહત્ત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા આતંકી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.
14 ફેબ્રુઆરી, 2019માં જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. એક આત્મઘાતી હુમલાખોરે ઈછઙઋના કાફલાને નિશાન બનાવ્યું હતું
જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલો ત્યારે થયો હતો જ્યારે 2500થી વધુ જવાનોને લઇને કાફલો રજા પરથી પરત ફરતો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે ઈછઙઋના કાફલામાં 60થી વધુ વાહન સામેલ હતા અને તેમાં 2 હજાર 547 જવાન હતા. 14 ફેબ્રુઆરી, 2019ના દિવસે જ્યારેCRPFનો કાફલો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર અવંતીપોરામાં ગોરીપોરા પાસે પહોચ્યું તો જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની પુલવામા જિલ્લામાં વિસ્ફોટક ભરેલી કારે ઈછઙઋ જવાનોની બસ સાથે ટકરાવીને નિશાન બનાવી હતી.
જેને કારણે જોરદાર વિસ્ફોટમાં 44 જવાન શહીદ થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બસના ચીથરા ઉડી ગયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.