અશ્ર્લીલ અને વિકૃત ક્ધટેન્ટ સામે અંતે લોકરોષ ફાટયો
મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધો પાછળ વિકૃત સામગ્રી પીરસતા પ્લેટ ફોર્મ કારણભૂત હોવાના આરોપ, અમદાવાદમાં વિશાળ કેન્ડલ માર્ચ યોજાઇ
રક્ષાબંધનના પાવન પર્વ પર, જ્યારે દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમની મીઠાશ ફેલાયેલી હતી, અમદાવાદના માર્ગો પર એક અલગ જ ઉર્જા અને સંકલ્પનો નજારો જોવા મળ્યો. રક્ષાબંધનના પાવન અવસર પર નારી ગરિમા, સુરક્ષા અને સન્માનના સંકલ્પ સાથે બળાત્કારીઓ વિરુદ્ધ અને બળાત્કાર માટે ભડકાવતા - બહેન બેટીને ઈજ્જત લુટવાનું શીખવતા ક્ધટેન્ટ સામે માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકોએ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો, જે તાજેતરમાં કલકતા, આંધ્રપ્રદેશ અને દેશના વિવિધ ભાગોમાં બનેલી જઘન્ય દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં આયોજિત કરવામાં આવી હતી.
આ કેન્ડલ માર્ચનું આયોજન પાલડીના મહાલક્ષ્મી પાંચ રસ્તાથી શરૂૂ થયું અને ફતેહપુરા, અંજલિ ચાર રસ્તા થઈને ધરણીધર ચાર રસ્તા પર સમાપ્ત થયું. આ દરમિયાન, માર્ગો પર સળગતી મીણબત્તીઓ અને લોકોની આંખોમાં આક્રોશ અને દુ:ખનો ભાવ જોવા મળ્યો. આ માર્ચ તે માતાઓ, બહેનો અને દીકરીઓના સન્માન અને સુરક્ષા તરફ સમાજની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવવાનું પ્રતીક બન્યો.
માર્ચ દરમિયાન આયોજિત જનસભામાં વક્તાઓએ મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધો પાછળ અશ્ર્લીલ અને વિકૃત સામગ્રીના પ્રસારને મુખ્ય કારણ ગણાવ્યું. તેમણે કહ્યું કે જ્યાં સુધી સમાજમાં આ પ્રકારની અશ્ર્લીલતા અને માનસિક વિકૃતિ ફેલાયેલી રહેશે, ત્યાં સુધી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અસંભવ છે. અશ્ર્લીલ અને વિકારક સામગ્રીના પ્રસારના પાપે સમાજમાં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુનાઓ વધી રહ્યા છે.
વક્તાઓએ સરકારને સસરા-વહુના શિક્ષક વિધાર્થીના- ભાભી દિઅરના સબંધો વિકૃત રીતે દર્શાવતા - અલ્ટ, પઉલ્લુથ જેવા પ્લેટફોર્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા અને કોમન પોગ્રામ કોડ ઝડપથી લાગુ કરવાની ઉગ્ર માંગ કરી હતી.
આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા, સ્ત્રીઓનું અભદ્ર ચિત્રણનો કાયદો અને ઈંઝ અધિનિયમમાં તાત્કાલિક સુધારાની માંગ કરી, જેથી અશ્ર્લીલ અને વિકારક સામગ્રી સામે કઠોર પ્રાવધાન શામેલ થાય અને આ પ્રકારની હાનિકારક સામગ્રી પ્રકાશિત કરવામાં સંલગ્ન તમામ લોકોને ઊડઊખઙકઅછઢ અને કઠોર દંડ લાગુ થાય.
આ ઉપરાંત અશ્ર્લીલ સામગ્રીના પોસ્ટ પર સોશીઅલ મીડિયામાં પૈસા કમાવવાની ખઘગઊઝઈંણઊ કરવાની ઊઈઘજઢજઝઊખ તાત્કાલિક તોડી પાડવાની જરૂૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. આ પ્રથાના કારણે ટઞકૠઅછ ક્ધટેન્ટનો રાફડો ફાટી નીકળ્યો છે.
આ માર્ચમાં યુવાનોની ભાગીદારી સૌથી ઉત્સાહજનક હતી. તેઓ શીલ સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે સૂત્રોચ્ચાર કરતા, પોસ્ટર લહેરાવતા અને પોતાના જુસ્સાથી સમગ્ર વાતાવરણમાં એક નવી ઉર્જા ભરી રહ્યા હતા. એક યુવતીએ કહ્યું, અમે આ પરિવર્તનના વાહક છીએ. અમે એક એવી દુનિયા બનાવીશું જ્યાં કોઈ પણ મહિલા ડરના ઓથાર હેઠળ નહીં જીવે. તેમના અવાજમાં સ્વચ્છ સાયબર ભારતના નિર્માણનો દૃઢ નિશ્ચય હતો, જે સૌને પ્રેરિત કરી રહ્યો હતો.