ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો, મહિલા અને સગર્ભાઓ માટે લોઅર બર્થની જોગવાઇ
કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે, લોકસભામાં પ્રશ્નનો જવાબ આપતાં, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને વિકલાંગોને લોઅર બર્થ પ્રદાન કરવા માટે ભારતીય રેલવેના ચાલી રહેલા પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો .
વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના મહિલા મુસાફરો અને સગર્ભા સ્ત્રીઓને બુકિંગ દરમિયાન કોઈ ચોક્કસ પસંદગી સૂચવવામાં ન આવે તો પણ ઉપલબ્ધતાને આધીન બર્થ આપમેળે ફાળવવામાં આવશે જેમા સ્લીપર ક્લાસમાં પ્રતિ કોચ છ થી સાત લોઅર બર્થનો સમર્પિત ક્વોટા એર કન્ડિશન્ડ 3 ટાયર (3AC) માં પ્રતિ કોચ ચાર થી પાંચ લોઅર બર્થ એર કન્ડિશન્ડ 2 ટાયર (2AC) માં પ્રતિ કોચ ત્રણ થી ચાર લોઅર બર્થ અને આ જોગવાઈ મહત્તમ સુવિધા સુનિશ્ચિત કરવા ટ્રેનમાં કોચની સંખ્યાના આધારે ઉપલબ્ધ છે.
વિકલાંગ વ્યક્તિઓ માટે આરક્ષણ ક્વોટાની સુવિધા રાજધાની અને શતાબ્દી-પ્રકારની ટ્રેનો સહિત તમામ મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં લાગુ પડે છે, પછી ભલેને રાહતની સવલતો મળી હોય કે ન હોય સ્લીપર ક્લાસમાં ચાર બર્થ (બે લોઅર બર્થ સહિત).ચાર બર્થ (બે લોઅર બર્થ સહિત) રિઝર્વ્ડ સેક્ધડ સીટિંગ (2S) અથવા એર-કન્ડિશન્ડ ચેર કાર (ઈઈ) માં ચાર સીટ છે .
મુસાફરી દરમિયાન ખાલી લોઅર બર્થની સ્થિતિમાં, વરિષ્ઠ નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ અને સગર્ભા સ્ત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે જેમને શરૂૂઆતમાં મધ્યમ અથવા ઉપરની બર્થ ફાળવવામાં આવી હોય.
ભારતીય રેલવે આ સમાવિષ્ટ પગલાં દ્વારા સરળ અને આરામદાયક મુસાફરીના અનુભવો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોને સલામત અને અનુકૂળ મુસાફરી માટે આ સુવિધાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.