કાલ સુધીમાં ચૂંટણી બોન્ડની વિગતો આપો: SBIને સુપ્રીમનો આદેશ
- 30 જૂન સુધી મુદત માગનારી બેંકને વધુ મુદત આપવાની ના પાડી તતડાવી, અત્યાર સુધી શું કર્યું? 15 માર્ચ સુધીમાં ચૂંટણી પંચ વિગતો સાર્વજનિક કરશે
ચુંટણી બોન્ડની વિગતો જાહેર કરવા માટે 30 જુન સુધીની મુદત માગનારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાને ઝટકો આપી સુપ્રીમ કોર્ટે આજે તેને આવતીકાલે સાંજે કામકાજના કલાકો પુરા થાય એ પહેલાં વિગતો આપવા અને એ વિગતો 15 માર્ચ સુધીમાં વેબસાઇટ પર મુકવા ચુંટણી પંચને આદેશ આપ્યો છે.સુપ્રીમે એસબીઆઇની અરજી ફગાવતા આદેશ આપ્યો કે બેન્ક 12 માર્ચ સુધી આંકડા આપે.સુપ્રીમ કોર્ટે એસબીઆઇને પૂછ્યુ કે 15 ફેબ્રુઆરી, 2024ના તેના આદેશ પર બેન્ક તરફથી અત્યાર સુધી શું-શું કરવામાં આવ્યું?
મહત્ત્વપૂર્ણ છે કે ઇલેક્ટોરલ બોન્ડ કેસમાં એસબીઆઇની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. એસબીઆઇ તરફથી હાજર થયેલા સીનિયર વકીલ હરીશ સાલ્વેએ ઇલેક્ટોરલ બોન્ડની જાણકારી આપવા માટે વધારે સમય માંગ્યો હતો.સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું- અમે પહેલા જ એસબીઆઇને આંકડા ભેગા કરવા કહ્યું હતું, તેના પર અમલ કરવામાં આવ્યો હશે પછી શું સમસ્યા આવી રહી છે. અમે તેને વ્યવસ્થિત કરવા માટે નથી કહ્યું.
ટોપ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે જ્યા સુધી જાણકારી છે, તે હિસાબથી તમારા (બેન્ક) પાસે સીલ કવરમાં તમામ વસ્તુ છે.તમે સીલ ખોલો અને આંકડા આપો, જેમાં કોઇ સમસ્યા ના હોવી જોઇએ.
સુપ્રીમ કોર્ટ તરફથી આ ટિપ્પણી ત્યારે કરવામાં આવી જ્યારે એસબીઆઇ તરફથી વકીલ હરીશ સાલ્વેએ કહ્યું હતું, અમે વધારાના સમયનો અનુરોધ કર્યો છે. અમે આદેશ અનુસાર, ચૂંટણી બોન્ડ જાહેર કરવાનું પણ બંધ કરી દીધુ છે. અમને આંકડા આપવામાં કોઇ સમસ્યા નથી. અમને માત્ર તેને વ્યવસ્થિત કરવા માટે કેટલોક સમય લાગશે, જેને કારણે અમને પહેલા કહેવામાં આવ્યું હતું કે આ ગુપ્ત રહેશે, માટે ઘણા ઓછા લોકો પાસે તેની જાણકારી હતી.
જવાબમાં એસબીઆઇના વકીલે કહ્યું, વિક્રેતાનું નામ અને ખરીદીનો આંકડો અલગ રાખવામાં આવ્યો છે. જેના પર એસબીઆઇએ કહ્યું કે પરંતુ તમામ આંકડા મુંબઇ મુખ્ય બ્રાન્ચમાં છે, જ્યારે જસ્ટિસ ખન્નાએ કહ્યું- જ્યાં સુધી જાણકારી છે, તે હિસાબથી તમારા (બેન્ક) પાસે સીલ કવરમાં તમામ વસ્તુ છે. તમે સીલ ખોલો અને આંકડા આપો, તેમાં કોઇ સમસ્યા ના હોવી જોઇએ.સીનિયર વકીલ હરીશ સાલ્વેએ કહ્યું- વિક્રેતાનું નામ આપવામાં કોઇ તકલીફ નથી. તારીખોને મળાવવામાં સમય લાગી રહ્યો છે. એસબીઆઇએ આ તર્ક પર કહ્યું કે આદેશ તો 15 ફેબ્રુઆરી 2024નો છે. તમારે જણાવવું જોઇએ કે અત્યાર સુધી શું કર્યું, પછી બેન્કના વકીલે કહ્યું, અમે જો યોગ્ય રીતે આંકડા ના આપ્યા તો વિક્રેતા અમારી પર કેસ કરી શકે છે.
મહત્ત્વપૂર્ણ છે કે આ મામલે 5 જજોની બેન્ચ સુનાવણી કરી રહી છે જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઇ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ છે.ઉલ્લેખનીય છે કે ચૂંટણી બોન્ડને આરટીઆઈ એક્ટનું ઉલ્લંઘન ગણાવતાં સુપ્રીમકોર્ટે એસબીઆઇને પણ આદેશ આપ્યો હતો કે તે આગામી ત્રણ અઠવાડિયામાં ચૂંટણી બોન્ડને લગતી તમામ જાણકારી જાહેર કર. તેના માટે 6 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.