પતિ અને દીકરી સાથે અયોધ્યા રામલલ્લાના દર્શને પહોંચી પ્રિયંકા
- પરંપરાગત વસ્ત્રોમાં પ્રિયંકા-નિકની તસવીરો વાઇરલ
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા હાલમાં પોતાની દીકરી માલતી મૈરી અને પતિ નિક જોનાસ સાથે ભારતમાં આવી છે. ત્યારે તે રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી હતી. પ્રિયંકા ચોપડા હાલમાં પરંપરાગત વેશભૂષામાં જોવા મળી હતી. પ્રિયંકાની સાથે તેની માતા મધુ ચોપડા પણ રામલલાના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા હતા.
પતિ નિક જોનાસ અને દીકરી માલતી મૈરી સાથે અયોધ્યા પહોંચેલી પ્રિયંકા ચોપડાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેના પર જબરદસ્ત રિએક્શન આપી રહ્યા છે. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરસ ભયાનીએ પ્રિયંકા ચોપડાની અયોધ્યા યાત્રાની તસ્વીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં પ્રિયંકા ચોપડા પીળા રંગની સાડી પહેરેલી જોવા મળી હતી. તો વળી નિક જોનાસે ક્રીમ કલરનો કુર્તો અને પાયજામો પહેર્યો હતો. આ બંનેની દીકરી માલતી મૈરી પણ એથનિક વિયરમાં દેખાઈ હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.