For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘ટુ કિલ અ ટાઇગર’ ડોક્યુમેન્ટરીની એક્ઝિકયુટિવ પ્રોડ્યુસર બની પ્રિયંકા

01:17 PM Mar 01, 2024 IST | Bhumika
‘ટુ કિલ અ ટાઇગર’ ડોક્યુમેન્ટરીની એક્ઝિકયુટિવ પ્રોડ્યુસર બની પ્રિયંકા

ટુ કિલ અ ટાઇગર એક ડોક્યુમેન્ટરી છે અને ઑસ્કરમાં એને નોમિનેશન મળ્યું છે. હવે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સે એને વિશ્વભરમાં દેખાડવા માટે રાઇટ્સ ખરીદી લીધા છે. આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપડા જોનસ આગળ આવી છે અને તે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર બની છે. આ ડોક્યુમેન્ટરીને નિશા પાહુજાએ ડિરેક્ટ કરી છે. આ સ્ટોરી ઝારખંડના એક ખેડૂતની છે, જેની 13 વર્ષની દીકરી પર પરિવારના જ ત્રણ પુરુષોએ સેક્સ્યુઅલ અસોલ્ટ કર્યો હતો.
તે ખેડૂત પોતાની દીકરીને ન્યાય અપાવવા ઝુંબેશ શરૂૂ કરે છે. અત્યારે આ છોકરી વીસ વર્ષની છે. આ ફિલ્મને લઈને જાહેરાત કરતાં ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકાએ લખ્યું કે મને એ વાતનો ગર્વ થાય છે કે હું ઍકેડેમી અવોર્ડ નોમિનેટેડ ડોક્યુમેન્ટરી ટુ કિલ અ ટાઇગરની અદ્ભુત ટીમમાં સામેલ થઈ ગઈ છું અને નેટફ્લિક્સે ગ્લોબલી એને ડિસ્ટ્રિબ્યુટ કરવાના રાઇટ્સ ખરીદી લીધા છે. 2022માં મેં જ્યારે આ ફિલ્મ જોઈ તો ત્યારે જ એની સ્ટોરી મને સ્પર્શી ગઈ.
પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે એક પિતાની ઝુંબેશ એમાં દેખાડવામાં આવી છે. આ પ્રોજેક્ટ દીકરી પ્રત્યેના પિતાના અપાર પ્રેમ અને સમર્પણને દેખાડે છે. કળાનું આ ઉમદા ઉદાહરણ ખરેખર સ્પર્શી ગયું છે. હું ઝારખંડમાં જ જન્મી હતી (જ્યાં આ સર્વાઇવર અને પિતા રહે છે). તેઓ મારાં ચેમ્પિયન છે. વિશ્વના દર્શકો આ ફિલ્મને જુએ એ માટે હું આતુર છું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement