રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખાનગી કંપનીઓની કંજુસાઇ, નફો તગડો પણ પગારમાં ધાંધિયા

11:22 AM Dec 13, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ખાનગી ક્ષેત્રની કંપનીઓ ઘણો નફો કમાય છે, પરંતુ જ્યારે તેમના કર્મચારીઓને લાભ આપવાની વાત આવે છે, ત્યારે તેઓ કંજૂસ બની જાય છે. તાજેતરના એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે ખાનગી ક્ષેત્રે છેલ્લા 4 વર્ષમાં 4 ગણો નફો કમાયો છે, પરંતુ કર્મચારીઓના પગારમાં તે મુજબ વધારો કરવામાં આવ્યો નથી.
FICCI અને Quess Corp દ્વારા સરકાર માટે તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત છ ક્ષેત્રોમાં વાર્ષિક વેતન વૃદ્ધિ 2019 અને 2023 વચ્ચે 0.8 ટકા રહી હતી, જ્યારે FMCG કંપનીઓમાં આ આંકડો 5.4 ટકા હતો.

રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ માટે સ્થિતિ વધુ ખરાબ બની છે કારણ કે તેમના મૂળભૂત પગારમાં કાં તો નજીવા વધારો કરવામાં આવ્યો અથવા તો વધતી મોંઘવારીના પ્રમાણમાં તેમના પગારમાં વધારો કરવામાં આવ્યો ન હતો. આ પાંચ વર્ષમાં, 2019 થી 2023 સુધી, છૂટક મોંઘવારી દરમાં 4.8%, 6.2%, 5.5%, 6.7% અને 5.4% નો વધારો થયો છે, જ્યારે કર્મચારીઓના પગારમાં તે મુજબ વધારો થયો નથી.
આ કારણે તેને આર્થિક મોરચે તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને પણ અનેક પ્રસંગોએ આ ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે કંપનીઓ વધુ નફો કમાઈ રહી છે, પરંતુ તેમના કર્મચારીઓને ઓછો પગાર આપી રહી છે. આ સ્થિતિ અર્થતંત્ર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કંપનીઓની આવકનો વાજબી હિસ્સો કર્મચારીઓના પગાર તરીકે જવો જોઈએ. જો આમ નહીં થાય, તો અર્થતંત્રમાં કંપનીઓના ઉત્પાદનો ખરીદવા માટે પૂરતી માંગ રહેશે નહીં.

આ રિપોર્ટ પર સરકારમાં ચર્ચા શરૂૂ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવકના નબળા સ્તરને કારણે શહેરી વિસ્તારોમાં વપરાશમાં ઘટાડો થયો છે. કોરોના રોગચાળા પછી, માંગ અને વપરાશ બંનેમાં વધારો થયો હતો, પરંતુ પગાર વધારાની ધીમી ગતિએ આર્થિક સુધારાને અસર કરી હતી. અહેવાલ જણાવે છે કે 2019 થી 2023 સુધીના પગાર માટે ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર ઊખઙઈં (એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસ અને ઇન્ફ્રા) ક્ષેત્રમાં 0.8% સૌથી નીચો હતો.

ક્યાં, કેટલો વધારો?
આ સમયગાળા દરમિયાન એફએમસીજી સેક્ટરમાં સૌથી વધુ 5.4 ટકા વેતન વધારો જોવા મળ્યો હતો. તેવી જ રીતે, BFI એટલે કે બેંકિંગ-ફાઇનાન્સ સર્વિસ સેક્ટરમાં કામ કરતા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાં માત્ર 2.8%નો વધારો થયો છે. રિટેલમાં 3.7 ટકા, ITમાં 4 ટકા અને લોજિસ્ટિક્સમાં 4.2 ટકાનો પગાર વધારો થયો હતો. 2023માં સરેરાશ પગાર FMCG સેક્ટરમાં સૌથી ઓછો રૂૂ. 19,023 હતો અને ITમાં સૌથી વધુ રૂૂ. 49,076 હતો.

Tags :
indiaindia newsPrivate companiesprofits
Advertisement
Advertisement