તિહાડ જેલમાં સાંસદ રાશિદ એન્જિનિયરને માર મારતા ક્ધિનરો
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લાના સાંસદ અને આવામી ઇત્તેહાદ પાર્ટી (AIP) ના વડા એન્જિનિયર રાશિદ હાલમાં તિહાર જેલ નંબર 3 માં બંધ છે. લગભગ 7-8 દિવસ પહેલા, તેમનો જેલ નંબર 3 માં બંધ ટ્રાન્સજેન્ડર કેદીઓ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ ટ્રાન્સજેન્ડરોએ રાશિદને માર માર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ લડાઈમાં રાશિદને નાની ઈજાઓ થઈ હતી.
તિહાર જેલની અંદર જેલ નંબર 3 માં ટ્રાન્સજેન્ડર કેદીઓને રાખવામાં આવ્યા છે. હાલમાં, આ બેરેકમાં ફક્ત 3 ટ્રાન્સજેન્ડર કેદીઓ બંધ છે. જેલ સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે એન્જિનિયર રાશિદને મારવાનો કોઈ પ્લાન નહોતો, આવા સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
AIPના જણાવ્યા અનુસાર, તાજેતરની કાનૂની બેઠકમાં એન્જિનિયર રાશિદે તેમના વકીલ એડવોકેટ જાવેદ હબીબને કહ્યું હતું કે તિહાર જેલના અધિકારીઓ કાશ્મીરી કેદીઓને હેરાન કરવા માટે જાણી જોઈને ટ્રાન્સજેન્ડરોને તેમના બેરેકમાં રાખી રહ્યા છે, જેનો ઉપયોગ કાશ્મીરી કેદીઓને હુમલો કરવા અને ઉશ્કેરવા માટે કરવામાં આવી રહ્યો છે.