ભારતે ડુંગળીની નિકાસ બંધ કરતાં બાંગ્લાદેશમાં ભાવ આસમાને પહોંચ્યા
ભારતના ડુંગળી પ્રતિબંધથી બાંગ્લાદેશમાં ભાવ બેકાબૂ બની ગયા છે. સામાન્ય જનતા માટે હવે ડુંગળી ખરીદવી પણ મુશ્કેલ બની ગઈ છે. કિંમતો બમણી થઈને 120 ટકા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. થોડા દિવસો પહેલા આ જ ડુંગળી 60 ટકા પ્રતિ કિલો મળતી હતી. સામાન્ય લોકોના રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. રાજધાની ઢાકા સહિત દેશના અનેક શહેરો જેવા કે ચિત્તાગોંગ, રાજશાહી અને ખુલનાના બજારોમાં ડુંગળી 110 થી 120 ટકા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
થોડા દિવસો પહેલા આ જ ડુંગળી 60 ટકા પ્રતિ કિલો મળતી હતી. છૂટક વેપારીઓનું કહેવું છે કે જથ્થાબંધ બજારમાંથી જ ભાવ વધેલા મળી રહ્યા છે, તેથી તેમને પણ મોંઘા ભાવે વેચવાની ફરજ પડી રહી છે.
ડુંગળીનો સ્થાનિક સ્ટોક ખતમ થવાની નજીક છે અને ઉપરથી ભારતમાંથી ડુંગળીની આયાત પણ રોકી દેવામાં આવી છે. હકીકતમાં, ભારત સરકારે સ્થાનિક કિંમતોને નિયંત્રિત કરવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેની સીધી અસર બાંગ્લાદેશી બજારો પર પડી છે.
દેશના કેટલાક ભાગોમાં આ વખતે રવી સીઝનનો ડુંગળીનો પાક મોડો તૈયાર થઈ રહ્યો છે. દર વર્ષે ઑક્ટોબરના મધ્ય સુધીમાં પાકની કાપણી થઈ જતી હતી, પરંતુ આ વખતે વિલંબ થઈ રહ્યો છે. આયાતકારો અને વેપારીઓનું માનવું છે કે જો સરકાર તાત્કાલિક આયાતની મંજૂરી આપે, તો બીજા જ દિવસથી બજારમાં રાહત જોવા મળી શકે છે.
