કેરળમાં પરંપરાગત અટટુકલ પોંગલા તહેવારની તૈયારી પુરજોશમાં
01:15 PM Feb 26, 2024 IST | Bhumika
વિશ્ર્વભરમાં આગવું સ્થાન ધરાવતા કેરળનો અટટુકલ પોંગલા તહેવાર પ્રતિ વર્ષ તિરૂવનંતપુરમાં યોજવામાં આવે છે. આ ઉજવણી દરમ્યાન મહિલાઓ દેવી અટટુકલમ્માને પોંગલા નામની વિશિષ્ટ વાનગીનો ભોગ ધરે છે. મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર બનીને આ વાનગી બનાવે છે. અટટુકલ ભગવતી મંદિરમાં આ તહેવાર પ્રતિ વર્ષ ઉજવવામાં આવે છે. તસવીરોમાં ઉજવણીની તૈયારી માટે એકત્ર થયેલો મહિલા સમુદાય, પરંપરાગત વસ્ત્રોમાં બાળકો તથા પૂજન અર્ચનમાં મગ્ન ભકતસમુદાય નજરે પડે છે.
Advertisement
Advertisement