પ્રેમાનંદ મહારાજ ચમત્કારી નથી, મારી સામે સંસ્કૃત બોલીને બતાવે: રામભદ્રાચાર્યની ચેલેન્જ
જગદગુરુ રામભદ્રાચાર્યે મથુરાના સંત પ્રેમાનંદ મહારાજ પર મોટું વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે પ્રેમાનંદ મહારાજ પર એવું કહી દીધું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. અમુક યુઝર્સ જગદગુરુના આ નિવેદનનું સમર્થન કરી રહ્યા છે, જ્યારે અમુક તેનો વિરોધ કરી રહ્યા છે.
હકીકતમાં જોઈએ તો, જગદગુરુ રામભદ્રાચાર્યે હાલમાં જ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે મથુરા-વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજ પર સવાલ પૂછાયો હતો, જેના પર રામભદ્રાચાર્યે કહ્યું કે જો તેઓ ચમત્કારી છે, તો તેઓ એક અક્ષર મારી સામે સંસ્કૃત બોલીને દેખાડી દે. અથવા મારા કહેલા સંસ્કૃત શ્ર્લોકનો અર્થ સમજાવી દે. હું આજે ખુલીને કહી રહ્યો છું.
જગદગુરુ રામભદ્રાચાર્યે આગળ કહ્યું કે, હું પ્રેમાનંદથી દ્વેષ નથી રાખો, કહું છું કે તે મારા બાળક જેવા છે. પણ હું તેમને ન તો વિદ્રાન કહું છું, ન તેમને ચમત્કારી માનું છું. હું તેમને પડકાર આપું છું કે તેઓ મારી સામે સંસ્કૃતનો એક અક્ષર બોલીને દેખાડી દે. તેમણે કહ્યું કે, ચમત્કાર તેને કહેવાય છે કે જે શાસ્ત્રી હોય. ડાયલસિસની ઉપર તેઓ જીવી રહ્યા છે, આટલી લોકપ્રિયતા ખાલી થોડા દિવસો માટે જ હોય છે.
જગદગુરુ રામભદ્રાચાર્યે મથુરામાં કૃષ્ણ જન્મસ્થાન લઈને કહ્યું કે, હાલમાં હાઈકોર્ટનો એક કેસ સામે આવ્યો, જેમાં કહેવાયું છે કે હું આંદોલનમાં ભાગ નહીં લઉં. જો કોર્ટ શાસ્ત્રીય પુરાવા માટે મને બોલાવશે, તો હું જરુરથી જઈશ.