UPSCના અધ્યક્ષપદે પ્રીતિ સુદનની વરણી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ને પ્રીતિ સુદનના રૂૂપમાં તેના નવા અધ્યક્ષ મળ્યા છે. પ્રીતિ સુદન આંધ્ર પ્રદેશ કેડરના 1983 બેચના નિવૃત્ત ઈંઅજ અધિકારી છે.
સુદન અગાઉ UPSAC ના સભ્ય હતા. તેઓ અગાઉ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ સહિત વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છે. આંધ્રપ્રદેશ કેડરના 1983 બેચના IAS અધિકારી પ્રીતિ સુદન UPSC ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જુલાઈ 2020 માં કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકે નિવૃત્ત થયેલા સુદનને સરકારી વહીવટના વિવિધ ક્ષેત્રોમાં લગભગ 37 વર્ષનો અનુભવ છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, પ્રીતિ સુદને કોવિડ-19 મહામારીને પહોંચી વળવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સુદન અગાઉ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે અને મહિલા અને બાળ વિકાસ અને સંરક્ષણ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ હોદ્દા પર રહી ચૂક્યા છે. તેમના રાજ્ય-સ્તરના અનુભવમાં નાણા અને આયોજન, આપત્તિ વ્યવસ્થાપન, પ્રવાસન અને કૃષિમાં ભૂમિકાઓનો સમાવેશ થાય છે.