કિંમતી ધાતુમાં કડાકા ચાલુ; ધનતેરસ બાદ સોનામાં 12,000 અને ચાંદીમાં 25,000 તૂટ્યા
આજે સોનામાં વધુ 1750 અને ચાંદીમાં 1500 રૂા.નો કડાકો
દિવાળી પૂર્વ દોઢ મહિના સુધી સોના-ચાંદી ઉપર ગયા બાદ હવે સોના-ચાંદીના ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ધનતેરસ બાદ સોના અને ચાંદીમાં ભારે કડાકો બોલી ગયો હતો અને આજે માર્કેટ ખુલાની સો જ ફરી એક વખત બન્ને ધાતુમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોનુ આજે 1750 રૂા. અને ચાંદી પણ 1500 રૂા.ના ઘટાડા સો એમસીએકસ પર ટ્રેડ થઈ રહી છે.
દિવાળી પૂર્વ એક સમયે સોનાનો ભાવ 1,34,500 સુધી પહોંચી ગયો હતો અને ચાંદી પણ હાજર બજારમાં 1,90,000 સુધી પહોંચી હતી. પરંતુ તહેવાર પુરા થતાની સાથે જ બન્ને ધાતુમાં પ્રોફીટ બુકીંગ જોવા મળતાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ધનતેરસ બાદ સોનામાં 12,000નો ઘટાડો પ્રતિ 10 ગ્રામે નોંધાયો છે. જ્યારે ચાંદીમાં એક કિલો પર 25,000નો ઘટાડો જોવા મળ્યો છે.
તહેવાર બાદ સોના-ચાંદીની ડીમાન્ડમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. જ્યારે સેન્ટ્રલ બેંક તરફથી ખરીદીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ઉપરાંત ડોનાલ્ડ ટ્રપ અને ચીનના વડાપ્રધાન વચ્ચે થનારી મીટીંગ બાદ ટેરીફ વોરમાં રાહતના સમાચાર આવી શકે છે અને વિશ્ર્વમાં ચાલી રહેલા કેટલાક યુધ્ધમાં વિરામ આવી શકે છે જેને લઈને સોના-ચાંદીના ભાવમાં ગાબડા પડયા હોવાનું જાણવા મળી છે.
આજે એમસીએકસમાં સોનાનો ભાવ 1,22,150 અને ચાંદીનો ભાવ 1,45,200 જોવા મળી રહ્યો છે. 4112 ડોલર પર બંધ થયેલું સોનુ 4063 ડોલર પર આવી ગયું છે. જો નબળા વલણ હજુ ચાલુ રહે તો સોનુ 4000 ડોલરની નીચે પટકાઈ શકે છે. નિષ્ણાંતો માને છે કે સોના ચાંદીમાં તહેવાર પૂર્વની જો તેજી જોવા મળી હતી. તેવી તેજી હવે જોવા નહીં મળે.