For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રયાગરાજ બનશે જુદા જુદા ક્ષેત્રોનો સંશોધન-સંગમ

05:58 PM Jan 10, 2025 IST | Bhumika
પ્રયાગરાજ બનશે જુદા જુદા ક્ષેત્રોનો સંશોધન સંગમ

Advertisement

દેશ અને વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ મહાકુંભના વિવિધ પાસાઓ પર સંશોધન કરવાની તૈયારી કરી રહી છે. મહા કુંભ મેળાને 2017 માં યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. મહાકુંભ માટે પ્રયાગરાજમાં એક અસ્થાયી શહેર બનાવવામાં આવ્યું છે અને આ શહેર અર્બન પ્લાનિંગ પર આધારિત છે. તે મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ છે.

રાજ્ય સરકારે મહાકુંભ પર રિસર્ચ માટે સંશોધકો અને શિક્ષણવિદો પાસેથી સંશોધન દરખાસ્તો મંગાવી હતી. આ ઉપરાંત તેના રિસર્ચ માટે બે મુખ્ય વર્ગ પણ નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં મહાકુંભનું આયોજન અને અમલીકરણ તેમજ આયોજનનો આર્થિક પ્રભાવ અને પરિણામ પણ સામેલ છે. મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટ, સુરક્ષા વ્યૂહરચના, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની અસર, પર્યટન પ્રોત્સાહન, ડિઝિટલ ટેકનિકનો ઉપયોગ જેમકે બાયોમેટ્રિક્સ, એઆઈ અને સાયબર સુરક્ષા, હેલ્થ મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પર્યાવરણીય અભ્યાસ અને શહેરી માળખાના વિકાસ જેવી બાબતો પર રિસર્ચ થશે. સાથે સાથે આ સંસ્થાઓ આર્થિક અભ્યાસ હેઠળ સરકારી ખર્ચ, ક્ષેત્રીય રોજગારના અવસર અને પર્યટકો દ્વારા કરાયેલા ખર્ચનું પણ વિશ્ર્લેષણ કરશે.

Advertisement

માનવશાસ્ત્રીય અભ્યાસ અને ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કેટેગરીમાં હાર્વર્ડ યુનિવર્સિટી સહભાગીઓ માટે ખોરાક અને પીવાના પાણી તેમજ શહેરી માળખાકીય મેનેજમેન્ટ પર, અમદાવાદ યુનિવર્સિટી મહાકુંભના માનવશાસ્ત્રીય અભ્યાસ પર અને લખનૌ યુનિવર્સિટી તીર્થયાત્રા અને પવિત્ર ભૂગોળ પર અભ્યાસ કરશે. આઇઆઇએમ ઇન્દોર પર્યટન, મીડિયાની ભૂમિકા અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટની શ્રેષ્ઠ પદ્ધતિઓ, મહાકુંભના સામાજિક-સાંસ્કૃતિક પ્રભાવ અને આર્થિક પરિણામો પર ઉંગઞ મહાકુંભના સામાજિક-સાંસ્કૃતિક પ્રભાવ અને આર્થિક પરિણામો પર તેમજ દિલ્હી યુનિવર્સીટી રાષ્ટ્રીય એકતાના પાસાઓ પર સંશોધન કરશે.

આઇઆઇએમ બેંગ્લોર અને અમદાવાદ એફિશિયન્ટ સ્ટ્રેટેજિક મનેજમેન્ટ અને શહેરી માળખાકીય મેનેજમેન્ટ પર ફોકસ કરશે. લખનૌ યુનિવર્સિટી વર્કફોર્સ વ્યૂહાત્મક આયોજન અને કામગીરીનું વિશ્ર્લેષણ કરશે. આરોગ્ય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અઈંઈંખજ ધ્યાન કેન્દ્રિત કરશે. આઇઆઇટી કાનપુર ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ હેઠળ સોશિયલ મીડિયાની ભૂમિકા પર સંશોધન કરશે. બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન મહાકુંભના એન્વાયરમેન્ટલ ડોક્યુટેશન પર અભ્યાસ કરશે. આઇઆઇટી મદ્રાસ પાણી અને કચરાના મેનેજમેન્ટનું મૂલ્યાંકન કરશે અને સંસ્કૃતિ ફાઉન્ડેશન હૈદરાબાદ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે યાત્રાળુઓની સંવેદનશીલતા પર અભ્યાસ કરશે.
આઇઆઇએમ મદ્રાસ, બીએચયુ અને MNNIT પરિવહન અને ટ્રાફિક મેનેજમેન્ટના પડકારોનું વિશ્ર્લેષણ કરશે, જ્યારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે) મહા કુંભની આર્થિક અને સામાજિક અસરોનો અભ્યાસ કરશે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ અર્બન અફેર્સ મહાકુંભ 2025ની આર્થિક અસરનું મૂલ્યાંકન કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement