રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પ્રફુલ પટેલનો દાગ ધોવાઇ ગયો: 840 કરોડના કૌભાંડમાં ક્લિનચિટ

05:45 PM Mar 29, 2024 IST | Bhumika
Advertisement

લોકસભા ચૂંટણી 2024 પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાજયસભાના સભ્ય પ્રફુલ પટેલને મોટી રાહત મળી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ એર ઈન્ડિયાના વિમાનને લીઝ પર આપવા સંબંધિત 840 કરોડ રૂૂપિયાના કથિત કૌભાંડની તપાસ બંધ કરી દીધી છે. અધિકારીઓએ કહ્યું હતું કે કોઇપણ ગેરરીતિના કોઈ પુરાવા નથી, તેથી ઈઇઈંએ કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે.પટેલ, જેઓ કોંગ્રેસની આગેવાની હેઠળની યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ સરકાર (યુપીએ)માં નાગરિક ઉડ્ડયન મંત્રી હતા અને એર ઈન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ પર ગેરરીતિઓનો આરોપ હતો. સુપ્રીમ કોર્ટના આદેશ પર 2017માં તપાસ શરૂૂ કરનાર ઈઇઈંએ તાજેતરમાં જ સ્પેશિયલ કોર્ટ સમક્ષ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો.

Advertisement

અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાનગી આંતરરાષ્ટ્રીય એરલાઇન કંપનીઓ સાથે સીટ શેરિંગ વ્યવસ્થા સહિત એર ઇન્ડિયામાં કથિત અનિયમિતતા સંબંધિત અન્ય બાબતોની તપાસ ચાલુ રહેશે.
આ મામલો એર ઈન્ડિયા દ્વારા મોટી સંખ્યામાં એરક્રાફટના ભાડાપટ્ટામાં ગેરરીતિઓના આરોપો સાથે સંબંધિત છે, જેના પરિણામે રાષ્ટ્રીય કેરિયરને ભારે નુકસાન થયું હતું જયારે આર્થિક લાભ ખાનગી વ્યક્તિઓને મળ્યો હતો.

નેશનલ એવિએશન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની રચના એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના વિલીનીકરણ બાદ કરવામાં આવી હતી. સીબીઆઈએ આરોપ લગાવ્યો હતો કે આ નિર્ણય પઅપ્રમાણિત રીતેથ લેવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 2006માં વિમાન ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમ છતાં વિદેશી ફલાઈટ્સ મોટા નુકસાન સાથે લગભગ ખાલી ચાલી રહી હતી.એફઆઈઆરમાં આરોપ છે કે એર ઈન્ડિયાએ 2006માં ખાનગી પક્ષોને લાભ આપવા માટે ચાર બોઈંગ 777ને પાંચ વર્ષ માટે લીઝ પર લીધા હતા, જયારે તે જુલાઈ, 2007થી તેના પોતાના એરક્રાફટની ડિલિવરી લેવાની હતી. પરિણામે, 2007-09ના સમયગાળા દરમિયાન પાંચ બોઇંગ 777 અને પાંચ બોઇંગ 737 નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
જેના કારણે સરકારી તિજોરીને 840 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું હતું.

Tags :
indiaindia newsPraful Patel
Advertisement
Next Article
Advertisement