ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રભુ દેવા અને એઆર રહેમાન 25 વર્ષ પછી સાથે કામ કરશે, પોસ્ટર રિલીઝ

01:49 PM Mar 29, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન અને માસ્ટર કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા પ્રભુ દેવા આખરે 25 વર્ષ પછી ફરી એક સાથે આવ્યા છે. બંને ફરી એકવાર નવી ફિલ્મ માટે સાથે આવવા માટે તૈયાર છે.બંનેએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી છે. તેઓએ 25 વર્ષ પછી એક નવા પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે, જેનું કામચલાઉ નામ અછછઙઉ6 છે.
આ ફિલ્મની જાહેરાત એઆર રહેમાન અને પ્રભુ દેવા દ્વારા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને કરવામાં આવી હતી. ફિલ્મના પોસ્ટરમાં, ચહેરા વિનાના કોરિયોગ્રાફરને માઈકલ જેક્સનની ટોપી સાથે બેજ સૂટ પહેરીને જોઈ શકાય છે. પોસ્ટરમાં મુકાબલા ગીતમાંથી પ્રભુ દેવાની યાદગાર છબી દર્શાવવામાં આવી છે, જેમાં બેકગ્રાઉન્ડમાં આકાશ સામે રહેમાનનો સોનેરી પડછાયો છે. એક્ટર, ડિરેક્ટર અને કોરિયોગ્રાફર પ્રભુ દેવા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મ નિર્માતા મનોજ એનએસએ ફિલ્મની વાર્તા લખી છે. તે તેનું નિર્દેશન પણ કરશે. દરમિયાન, એઆર રહેમાન ફિલ્મ માટે સંગીત તૈયાર કરી રહ્યા છે.

Advertisement

એઆર રહેમાન અને પ્રભુ દેવા વચ્ચે આ છઠ્ઠો સહયોગ છે. 1990ના દાયકામાં બંનેનું સંગીત અને નૃત્યનું સંયોજન આજે પણ યાદ છે. આ જોડીની મુકાબલા, ઉર્વશી અને 1994માં આવેલી તમિલ ફિલ્મ કધલન સફળ રહી હતી. તેઓએ 1993ની જેન્ટલમેન સે ચીકુ બુકુ રેલે અને 1996ની મિસ્ટર રોમિયો સે રોમિયો એટમમાં પણ સાથે કામ કર્યું હતું.

Tags :
AR RahmanEntertainmentEntertainment newsindiaindia newsPrabhu Deva
Advertisement
Advertisement