ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અલ્લુ અર્જુનની ‘પુષ્પા-2: ધ રૂલ’માં પાવરફુલ એક્ટર સંજય દત્તની એન્ટ્રી

01:24 PM Mar 07, 2024 IST | Bhumika
Advertisement

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2: ધ રૂૂલ’ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે, જેના ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓ આ ફિલ્મને પહેલા ભાગ એટલે કે ‘પુષ્પા ધ રાઇઝ’ કરતાં વધુ રસપ્રદ અને રોમાંચક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડનો એક પાવરફુલ એક્ટર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂૂલ’માં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.

Advertisement

અહેવાલ મુજબ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સંજય દત્ત ‘પુષ્પા 2’માં કેમિયો કરી શકે છે. આમાં તેને મહત્વની ભૂમિકા મળી શકે છે. જોકે, મેકર્સે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

પહેલા એવા સમાચાર હતા કે મનોજ બાજપેયીને ‘પુષ્પા 2’ ઓફર કરવામાં આવી છે, પરંતુ અભિનેતાએ આમાં કોઈ સત્ય નથી. અલ્લુ અર્જુનની ‘પુષ્પા: ધ રાઈઝ’ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી, જેનું લેખન અને નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મે કમાણી મામલે બોક્સ ઓફિસ પર સુનામી સર્જી હતી. ‘પુષ્પા: ધ રાઇઝ’માં અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાન્નાની જોડી લોકપ્રિય હતી. ફિલ્મના ગીતો પણ ખૂબ લોકપ્રિય થયા હતા.

આ દિવસોમાં ‘પુષ્પા 2’નું શૂટિંગ ચાલી રહ્યું છે. નવેમ્બર 2023માં, અલ્લુ અર્જુનની ખરાબ તબિયતને કારણે, શૂટિંગ થોડા અઠવાડિયા માટે બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ પછી તે ફરીથી શરૂૂ થયું. ગયા વર્ષે ‘પુષ્પા 2: ધ રૂૂલ’માંથી અલ્લુ અર્જુનનો લુક શેર કરવામાં આવ્યો હતો, જેમાં તે સાડી પહેરીને અદભૂત લુકમાં જોવા મળ્યો હતો. આ સિવાય ફહદ ફાસીલનો લુક પણ સામે આવ્યો છે. હવે ચાહકો આ ફિલ્મમાંથી રશ્મિકા મંદાન્નાના લુકની રાહ જોઈ રહ્યા છે.

Tags :
EntertainmentEntertainment newsindiaindia newsPushpa 2: The RuleSanjay Dutt
Advertisement
Next Article
Advertisement