વચનં કિમ દરિદ્રતા, બિહારમાં વચનોનો વરસાદ વરસાવતું NDA
દરેક યુવાનને નોકરી-રોજગાર, મહિલાઓને બે લાખની મદદ, અતિ પછાત વર્ગને 10 લાખની સહાય
સીતાપુરમને આધ્યાત્મિક શહેર વિકસાવાશે, ટેક હબ બનાવાશે, વિશ્ર્વ સ્તરીય શિક્ષણ માળખુ વિકસાવાશે
બિહારમાં વિધાનસભા ચૂંટણીની શરૂૂઆત થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા જ મહાગઠબંધને પોતાનો ઢંઢેરો જાહેર કર્યો હતો. જ્યારબાદ હવે એનડીએએ પણ પોતાનો ઢંઢેરો જાહેર કરી દીધો છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બિહારના સીએમ નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી અને HAM(S) નેતા જીતન રામ માંઝી, કેન્દ્રીય મંત્રી અને LJPરામવિલાસના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન, RLM ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ અને અન્ય એ NDA નો સંકલ્પ પત્ર જાહેર કર્યો. એનડીએના સંકલ્પ પત્રમાં 25 મુખ્ય સંકલ્પોની વાત કહેવામાં આવી છે.
દરેક યુવાનને નોકરી અને રોજગાર: 1 કરોડ સરકારી નોકરી અને રોજગાર પ્રદાન કરશે. કૌશલ જનગણના કરાના કૌશલ આધારિત રોજગાર આપશે અને દરેક જીલ્લામાં મેગા સ્કિલ સેંટરમાંથી બિહારને ગ્લોબલ સ્કિલિંગ સેંટરના રૂૂપમાં સ્થાપિત કરશે.
મહિલા સમૃદ્ધિ અને આત્મનિર્ભરતા : મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાથી મહિલાઓને રૂૂ. 2 લાખ સુધીની મદદ રકમ આપશે. 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવીશુ. મિશન કરોડપતિ માધ્યમથી ચિહ્નિત મહિલા ઉદ્યમીઓને કરોડપતિ બનાવવાની દિશામાં કામ કરીશુ.
અતિ પછાત વર્ગને આર્થિક અને સામાજીક બળ : અમે તંતી, તત્મા, નિષાદ, મલ્લાહ, કેવત, ગંગોટા, બિંદ, નોનિયા, તેલી, તમોલી, સુથાર, ધાનુક, લુહાર, કુંભાર, વાળંદ, કારીગર, થાથેરા, માલી, ચંદ્રવંશી, હલવાઈ, કાનુ, ડાંગી, તુર્હા, અમાત, કેવર્ત, રાજવંશી, ગડેરિયા વગેરે જેવા અતિ પછાત વર્ગોના વિવિધ વ્યવસાયિક જૂથોને રૂ. 10 લાખની સહાય પૂરી પાડીશું અને અમે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરીશું, જે અતિ પછાત વર્ગોની વિવિધ જાતિઓની સામાજિક અને આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને સરકારને આ જાતિઓના સશક્તિકરણ માટે યોગ્ય પગલાં લેવાનું સૂચન કરશે.
ગેરંટીકૃત ખેડૂત સન્માન અને MSP : કરપૂરી ઠાકુર કિસાન સન્માન નિધિ શરૂૂ કરશે, જે ખેડૂતોને દર વર્ષે રૂૂ. 3,000, કુલ રૂૂ. 9,000 આપશે. તેઓ કૃષિ-માળખાકીય માળખામાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ કરશે અને પંચાયત સ્તરે તમામ મુખ્ય પાક (ડાંગર, ઘઉં, કઠોળ અને મકાઈ) MSP પર ખરીદશે.
મત્સ્યઉદ્યોગ અને દૂધ મિશન દ્વારા સમૃદ્ધ ખેડૂતો : જુબ્બા સાહની માછીમાર સહાય યોજના દરેક મત્સ્યઉદ્યોગ ખેડૂતને રૂૂ. 4,500 આપશે, જે કુલ રૂૂ. 9,000 થશે. મત્સ્યઉદ્યોગ મિશન ઉત્પાદન અને નિકાસને બમણી કરશે. તેઓ બિહાર દૂધ મિશન શરૂૂ કરશે અને બ્લોક સ્તરે ઠંડક અને પ્રક્રિયા કેન્દ્રો સ્થાપિત કરશે, જેનાથી દરેક ગામ સુધી પહોંચ સુનિશ્ચિત થશે.
એક્સપ્રેસવે અને રેલ ગતિશીલતા બિહાર: બિહાર ગતિ શક્તિ માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવશે. સાત એક્સપ્રેસવે અને 3,600 કિલોમીટર લાંબા રેલ્વે ટ્રેકનું આધુનિકીકરણ કરવામાં આવશે, અને અમૃત ભારત એક્સપ્રેસ અને નમો રેપિડ રેલ સેવાઓનો વિસ્તાર કરવામાં આવશે. તથા નવા પટના મા ગ્રીનફિલ્ડ શહેર, મુખ્ય શહેરોમાં સેટેલાઇટ ટાઉનશીપ અને માતા જાનકીના પવિત્ર જન્મસ્થળને સીતાપુરમ નામના વિશ્વ-સ્તરીય આધ્યાત્મિક શહેરમાં વિકસાવવામા આવશે બિહારથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ : અમે પટના નજીક ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, દરભંગા, પૂર્ણિયા અને ભાગલપુરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, 10 નવા શહેરોથી સ્થાનિક ફ્લાઇટ્સ અને 4 નવા શહેરોમાં મેટ્રો સેવાઓ સ્થાપિત થશે
ગેરંટીકૃત ઔદ્યોગિક ક્રાંતિ: વિકસિત બિહાર ઔદ્યોગિક મિશન હેઠળ, અમે રૂૂ 1 લાખ કરોડના રોકાણ સાથે ઔદ્યોગિક ક્રાંતિ લાવીશું અને બિહાર ઔદ્યોગિક વિકાસ માસ્ટર પ્લાન બનાવીશું, જે ઔદ્યોગિકીકરણ અને લાખો નોકરીઓનો પાયો નાખશે તથા દરેક જિલ્લામાં અત્યાધુનિક ઉત્પાદન એકમો અને 10 નવા ઔદ્યોગિક ઉદ્યાનો વિકસાવીશું.મફત રાશન, 125 યુનિટ મફત વીજળી, 5 લાખ રૂૂપિયા સુધીની મફત સારવાર, 50 લાખ નવા પાકા ઘરો અને સામાજિક સુરક્ષા પેન્શન ની સાથો સાથ બધા ગરીબ પરિવારો માટે મફત ગુણવત્તાયુક્ત શિક્ષણ, મધ્યાહન ભોજન સાથે પૌષ્ટિક નાસ્તો અને શાળાઓમાં આધુનિક કૌશલ્ય પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં આવશે.મેડ ઇન બિહાર ફોર ધ વર્લ્ડ સાથે કૃષિ નિકાસ બમણી કરવામા આવશે અને મેગા ફૂડ પાર્ક સ્થાપિત કરવા, કૃષિ નિકાસ બમણી કરવી, 2030 સુધીમાં કઠોળ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી, અને બિહારને માખાના, માછલી અને અન્ય ઉત્પાદનો માટે વૈશ્વિક નિકાસ કેન્દ્ર તરીકે વિકસાવવાશે મિથિલા મેગા ટેક્સટાઇલ અને ડિઝાઇન પાર્ક અને આંગ મેગા સિલ્ક પાર્ક બિહારને દક્ષિણ એશિયાના ટેક્સટાઇલ અને સિલ્ક હબમાં પરિવર્તિત કરશે.
અમે ડિફેન્સ કોરિડોર, સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ પાર્ક, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ, મેગા ટેક સિટી અને ફિનટેક સિટી સ્થાપિત કરવાની અને અમે 100 MSME પાર્ક અને 50,000 થી વધુ કોટેજ સાહસો દ્વારા વોકલ ફોર લોકલ ને પ્રોત્સાહન આપવાની તથા અમે રૂૂ. 5,000 કરોડ ખર્ચીને મુખ્ય જિલ્લા શાળાઓને શિક્ષણ શહેર સાથે પુનર્નિર્માણ કરીશું, અને બિહારને દેશના AI હબ તરીકે સ્થાપિત કરવા માટે સેન્ટર્સ ઓફ એક્સલન્સ ની સ્થાપના કરીને દરેક નાગરિકને અઈં તાલીમ પ્રદાન કરવાનુ જણાવાયુ છે.
વિશ્વ-સ્તરીય મેડિસિટીનું નિર્માણ, દરેક જિલ્લામાં માન્ય મેડિકલ કોલેજોનું બાંધકામ સમયસર પૂર્ણ કરવું, બાળરોગ અને ઓટીઝમ માટે સમર્પિત અત્યાધુનિક સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલો અને વિશેષ શાળાઓની સ્થાપના કરવી તથા બિહાર સ્પોર્ટ્સ સિટીનું નિર્માણ, અને દરેક વિભાગમાં ઓળખાયેલી પ્રાથમિકતાવાળી રમતો માટે સમર્પિત સેન્ટર્સ ઓફ એક્સલન્સ ની સ્થાપના કરવી. અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા તમામ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને દર મહિને રૂૂ. 2,000, દરેક પેટાવિભાગમાં રહેણાંક શાળાઓ સ્થાપિત કરવી, અને ઉદ્યોગસાહસિકો માટે ખાસ સાહસ ભંડોળ સ્થાપિત કરવાની વાત કહેવામા આવી છે