વકીલોના પત્ર મામલે રાજકીય વોર, મોદી અને ખડગે આમને-સામને
- બીજાને ધમકાવવા-ડરાવવાની કોંગ્રેસની સંસ્કૃતિ: મોદી
- તમે ભૂલી ગયા કે ચાર જજોએ મોરચો ખોલ્યો હતો: ખડગે
કોંગ્રેસે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખતા વકીલોના જૂથ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને દંભની ઊંચાઈ ગણાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદીના છેલ્લા 10 વર્ષના શાસન દરમિયાન વસ્તુઓને બગાડવાનું, ધ્યાન હટાવવાનું અને લોકોને બદનામ કરવાનું કામ કરવામાં આવ્યું છે. મુખ્ય વિપક્ષી પાર્ટીએ એમ પણ કહ્યું કે તાજેતરના અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટે તેમને ઘણા આંચકા આપ્યા છે અને ચૂંટણી બોન્ડ યોજના તેનું ઉદાહરણ છે.
વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મનન કુમાર મિશ્રા અને અન્ય કેટલાક વકીલોએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને તેમના પર ન્યાયતંત્ર પર દબાણ લાવવાનો અને અદાલતોને બદનામ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, બીજાને ધમકાવવાની અને ડરાવવાની કોંગ્રેસની સંસ્કૃતિ જૂની છે.
પીએમના નિવેદન પર વળતો પ્રહાર કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નડથ પર પોસ્ટ કર્યું, નરેન્દ્ર મોદીજી, તમે ન્યાયતંત્રની વાત કરો છો. તમે સરળતાથી ભૂલી જાવ કે સર્વોચ્ચ અદાલતના ચાર સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોને અભૂતપૂર્વ પ્રેસ કોન્ફરન્સ કરવાની ફરજ પડી હતી અને લોકશાહીનો નાશ થઈ રહ્યો છે સામે ચેતવણી આપવામાં આવી હતી. તે તમારા શાસનમાં થયું છે.
ખડગેએ વડા પ્રધાનને પૂછ્યું, તમારી સરકાર દ્વારા એક ન્યાયાધીશને રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યો હતો, તો કોણ પ્રતિબદ્ધ ન્યાયતંત્રથ ઇચ્છે છે? તમે ભૂલી ગયા છો કે તમારી પાર્ટીએ વર્તમાન લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં હાઈકોર્ટના ભૂતપૂર્વ જજને મેદાનમાં ઉતાર્યા છે. તેમને આ ઉમેદવારી કેમ આપવામાં આવી? ખડગેએ પીએમને પૂછ્યું, રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ (એનજેએસી) કોણ લાવ્યું? માનનીય સુપ્રીમ કોર્ટે તેને કેમ રોક્યો?
તેમને આરોપ લગાવ્યો કે, મોદીજી, તમે એક પછી એક સંસ્થાને આત્મસમર્પણની ધમકી આપી રહ્યા છો, તેથી તમારા પાપો માટે કોંગ્રેસ પાર્ટીને દોષ આપવાનું બંધ કરો. તમે લોકશાહી સાથે છેડછાડ અને બંધારણને નુકસાન પહોંચાડવાની કળામાં નિષ્ણાત છો.