રાજકીય વેરવૃત્તિ, વધતી તાનાશાહી: કેજરીવાલની ધરપકડ સામે વિપક્ષોના આકરા પ્રતિભાવો
- ડરેલા રાજા એક મરેલું લોકતંત્ર બનાવવા માગે છે: રાહુલ
- મુખ્યમંત્રીને આ રીતે નિશાન બનાવવા ગેરબંધારણીય: પ્રિયંકા
- અમારા નેતાની ધરપકડ રાજકીય કાવતરું: આપ નેતા આતિશિ
દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઇડીએ ગઇકાલે ધરપકડ કર્યાના અહેવાલો બહાર આવતા આમ આદમી પાર્ટી ઉપરાંત કોંગ્રેસ સહીતના વિરોધ પક્ષોના નેતાઓએ આકરા પ્રતિભાવો આપી સરકારી એજન્સીઓનો ઉપયોગ વિપક્ષોને ગુંગળાવવા માટે કરતી હોવાનો આક્ષેપ કરી તાનાશાહી સામે લડી લેવા નિર્ધાર વ્યક્ત કર્યો છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ડરેલા રાજા એક મરેલું લોકતંત્ર બનાવવા માંગે છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરીને કહ્યું, મીડિયા સહિતની તમામ સંસ્થાઓને કબજે કરવી, પક્ષોને તોડી પાડવા, કંપનીઓ પાસેથી નાણાં પડાવવા, મુખ્ય વિરોધ પક્ષના ખાતા ફ્રીઝ કરવા એ પરાક્ષસી શક્તિથ માટે પૂરતું નહોતું, હવે ચૂંટાયેલા મુખ્ય પ્રધાનોની ધરપકડ કરવી એ પણ સામાન્ય બાબત બની ગઈ છે.
બીજી તરફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ચૂંટણીના કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ રીતે નિશાન બનાવવું તદ્દન ખોટું અને ગેરબંધારણીય છે. આ રીતે રાજકારણનું સ્તર નીચું કરવું ન તો વડા પ્રધાન કે તેમની સરકારને શોભે છે. ચૂંટણીના મેદાનમાં ઉતરવું અને લડવું. તેમની સાથે, હિંમતભેર તેમની સામે લડવું, અલબત્ત તેમની નીતિઓ અને કાર્યશૈલી પર હુમલો કરવો - આ જ લોકશાહી છે. પરંતુ આ રીતે, દેશની તમામ સંસ્થાઓની શક્તિનો ઉપયોગ તમારા રાજકીય ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે, તેમના પર દબાણ કરીને, નબળું પાડવું એ લોકશાહીના દરેક સિદ્ધાંતની વિરુદ્ધ છે.
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાઅર્જુન ખડગે, તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાઇન, એનસીપી નેતા શરદ પવાર, તૃણમુલ કોંગ્રેસ નેતા ડેરેક ઓબ્રાયન, સપા નેતા અધિલેશ યાદવ અને પીડીપીના અદમલ મહેબુબા મુફતીએ પણ પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે કેજરીવાલની ધરપકડમાં રાજકીય વેરવૃત્તિની અને વધતી જતી તાનાશાહીની ગંધ આવે છે.
દિલ્હીના મંત્રી અને અઅઙ નેતા આતિશીએ કહ્યું કે તે સ્પષ્ટ છે કે ઊઉ અને ઇઉંઙ કોર્ટનું સન્માન કરતા નથી. જો આમ થયું હોત તો તેઓ આજે જ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને દરોડા પાડવા ન આવ્યા હોત. આ એક રાજકીય કાવતરું છે અને તેઓ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા અહીં આવ્યા હતા.દિલ્હીના મેયર શૈલી ઓબેરોય કહ્યું કે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે, આગામી તારીખ 22 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. દરોડા, ધરપકડ અને શોધખોળની આટલી ઉતાવળ શા માટે હતી?