બિહારમાં રાજકીય ઉથલપાથલ?, 5% મતદાન વધે-ઘટે એટલે સરકાર બદલે!
અગાઉ વર્ષ 1967, 1980 અને 1990માં મતદાન વધતા સરકાર બદલી ગઇ હતી જયારે 2005માં વોટીંગ 16 ટકા ઘટતા સત્તા પરિતર્વન થયું હતું
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓમાં 121 બેઠકો પર ચૂંટણી લડનારા 1,314 ઉમેદવારોનું ભાવિ ઊટખ માં સીલ થઈ ગયું છે. ગુરુવારે પ્રથમ તબક્કામાં મતદારોનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો. પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર 64.69 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, જે પાછલી ચૂંટણી કરતા લગભગ સાડા આઠ ટકાનો વધારો છે.
બિહારના રાજકારણમાં આ ચૂંટણીને અભૂતપૂર્વ માનવામાં આવી રહી છે, કારણ કે તે રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ મતદાન છે. 2020 માં, પ્રથમ તબક્કામાં 56.1 ટકા મતદાન થયું હતું, પરંતુ તે સમયે, 71 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જ્યારે આ વખતે, 121 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
બિહારમાં વિધાનસભા ચૂંટણીઓની વાત કરીએ તો, મતદાન ફક્ત ત્રણ વખત 60 ટકાથી વધુ થયું છે. 1990માં 62.04 ટકા, 1995માં 61.79 ટકા અને 2020માં 62.57 ટકા મતદાન થયું હતું. જોકે, આ વખતે બધા રેકોર્ડ તૂટી ગયા છે. હાલમાં, પહેલા તબક્કામાં 64.69 ટકા મતદાન થયું હતું. જો આગામી તબક્કામાં પણ આ જ દરે મતદાન ચાલુ રહેશે, તો તે બિહારના ઇતિહાસમાં એક રેકોર્ડ હશે. બિહારમાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન, 42.60 ટકા, 1951-52માં પણ નોંધાયું હતું.
સ્વતંત્રતા પછી બિહારમાં યોજાયેલી તમામ ચૂંટણીઓના મતદાન પેટર્ન પર નજર કરીએ તો, એ સ્પષ્ટ થાય છે કે જ્યારે પણ મતદાનમાં 5 ટકાથી વધુનો વધારો થયો છે, ત્યારે તેની અસર ચૂંટણી પર પડી છે. બિહારમાં ત્રણ વખત સરકારો બદલાઈ છે, જે દર્શાવે છે કે મતદાનમાં વધારો સત્તા પર રાજકીય અસર કેવી રીતે કરી છે.બિહારમાં મતદાનમાં વધારો થવાથી પહેલી વાર 1967ની ચૂંટણીમાં સરકારમાં પરિવર્તન આવ્યું. 1962માં 44.5 ટકા મતદાન થયું હતું, જે 1967માં 51.5 ટકા હતું. આના પરિણામે મતદાનમાં 7 ટકાનો વધારો થયો અને કોંગ્રેસ પાર્ટીએ સત્તા ગુમાવી.
બિહારમાં પહેલી વાર, બિન-કોંગ્રેસી પક્ષોએ સાથે મળીને સરકાર બનાવી.1967 પછી, 1980માં સમાન પેટર્ન જોવા મળી. 1980માં, મતદાન 57.3 ટકા હતું, જે 1977ની ચૂંટણીમાં 50.5 ટકા હતું. આમ, મતદાનમાં 6.8 ટકાનો વધારો થયો, જેના પરિણામે સરકાર બદલાઈ. જનતા પાર્ટીનો પરાજય થયો અને કોંગ્રેસ પાછી ફરી.1980 પછી, 1990 ની વિધાનસભા ચૂંટણીમાં મતદાનમાં નોંધપાત્ર વધારો થયો. 1990 માં, મતદાન 62 ટકા થયું, જે 1985 માં 56.3 ટકા હતું. મતદાનમાં આ 5.8 ટકાના વધારાથી બિહારમાં સરકાર બદલાઈ ગઈ.
કોંગ્રેસને સત્તામાંથી બહાર કરવામાં આવી, અને જનતા દળે સરકાર બનાવી. બિહારમાં સત્તાનો બીજો પરિવર્તન નવેમ્બર 2005 માં થયો, જ્યારે મતદાનમાં 16 ટકાનો ઘટાડો થયો. આ વખતે, બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનમાં 8.5 ટકાનો વધારો થયો, અને ફાયદા અને ગેરફાયદાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
ધીંગા મતદાનને બધા રાજકીય પક્ષોએ પોતાને ફાયદો કરનાર ગણાવ્યું
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાના મતદાન બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુરુવારે યોજાયેલા મતદાનમાં 64.66 ટકા મતદાન નોંધાયું હતું, જે 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના 56.1 ટકા મતદાન કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. આ આંકડાને રાજયની સ્થાપનાથી બિહારનું સર્વાધિક મતદાન ગણવામાં આવી રહ્યું છે. આ ઉચ્ચ મતદાનના આંકડાને પગલે, રાજ્યના બે મુખ્ય રાજકીય જૂથો એનડીએ (ભાજપ, જેડીયુ સહિત) અને મહાગઠબંધન (કોંગ્રેસ, જેડીયુ સહિત) બંનેએ પોતપોતાની જીતનો દાવો કર્યો છે. આ ઉપરાંત્ત જન સુરાજ પાર્ટીના વડા પ્રશાંત કિશોરે મતદાનની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ મતદાન બિહારમાં આસન્ન પરિવર્તનનો સંકેત આપે છે. 14મી (મતગણતરીની તારીખ) ના રોજ એક નવી વ્યવસ્થા સ્થાપિત થવા જઈ રહી છે.