બિહાર વિધાનસભાની ચૂંટણી એક-બે તબક્કામાં યોજવા રાજકીય પક્ષોની માગણી
ચૂંટણી પંચ સાથેની બેઠકમાં જેડીયુએ મહારાષ્ટ્રની જેમ એક જ તબકકામાં અને છઠ્ઠ પછી તરત ચૂંટણી માગી: ભાજપે બે તબક્કા સુચવ્યા
બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચ તેની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. આજે બિહારની રાજધાની પટનામાં તાજ હોટેલમાં તમામ રાજકીય પક્ષો સાથે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપે ચૂંટણી પંચને બિહારમાં બે તબક્કામાં ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. આ બેઠકની અધ્યક્ષતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કરી હતી.
ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે માંગ કરી હતી કે ચૂંટણી પંચ બે તબક્કામાં ચૂંટણી કરાવે, કારણ કે બહુવિધ તબક્કાઓ મતદારોને અસુવિધા પહોંચાડશે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે બહુવિધ તબક્કાઓ ઉમેદવારો માટે નાણાકીય ખર્ચમાં વધારો કરશે. બિહાર ભાજપે ચૂંટણીની જાહેરાતના 28 દિવસ પછી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી.
જો કે તેના સાથી પક્ષ જેડીયુએ એક જ તબક્ક્કામાં ચુંટણી યોજવા માંગણી કરતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભાની 282 બેઠકોની ચુંટણી એકજ તબક્કામાં યોજાઇ શકતી હોય તો બિહારમાં કેમ નહીં? જેડીયુના સાંસદ સંજયકુમારે દાવો કર્યો હતો કે રાજયમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખુબ સારી છે. આ ઉપરાંત તેમણે છઠ પછી તરત ચુંટણી યોજવા આગ્રહ રાખી જણાવ્યું હતું કે જો તહેવાર પછી તરત ચુંટણી થાય તો વતન આવેલા બિહારના અન્ય રાજયોમાં વસતા હજારો લોકો મતદાન કરી શકે. આ બેઠકમાં, અમે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે ચૂંટણી બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવે.
અત્યંત પછાત સમુદાયોવાળા ગામોમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવા જોઈએ. એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે મતદાર સ્લિપ સમયસર મતદારો સુધી પહોંચે. આરજેડી સાંસદો અભય કુશવાહા અને ચિત્તરંજન ગગન અને બસપા સાંસદ શંકર મહતોએ ભાગ લીધો હતો. પાછલી બિહાર વિધાનસકભા ચૂંટણીઓમાં, 2020 માં ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. વધુમાં, 2015 ની ચૂંટણીઓ પાંચ તબક્કામાં યોજાઈ હતી. એવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચ આ વખતે પણ ત્રણ કે પાંચ તબક્કામાં ચૂંટણી યોજશે.