For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝારખંડમાં રાજકીય ડ્રામાનો અંત, ચંપઈની મુખ્યમંત્રીપદે શપથવિધિ

11:57 AM Feb 02, 2024 IST | Bhumika
ઝારખંડમાં રાજકીય ડ્રામાનો અંત  ચંપઈની મુખ્યમંત્રીપદે શપથવિધિ

ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામા બાદ રાજ્યમાં સર્જાયેલા રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે અને મોડીરાત્રે રાજ્યપાલે ચંપઈ સોરેનને સરકાર રચવા આમંત્રણ આપતા સવારે ચંપઈ સોરેનની મુખ્યમંત્રી તરીકે શપથવિધિ થઈ હત.ી આ સાથે ઝારખંડમાં ધારાસભ્યોને તોડી સરકાર બનાવવાના ભાજપના પ્રયાસોને ફટકો પડયો છે.

Advertisement

રાજ્યપાલે ઝારખંડના નવા મુખ્યમંત્રીને 10 દિવસમાં બહુમતી સાબિત કરવાનો સમય આવ્યો છે. લાંબો સમય રાજરમત ચાલ્યા બાદ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને જેએમએમ ધારાસભ્ય દળના નેતા ચંપઈ સોરેનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ધારાસભ્ય આલમગીર આલમે કહ્યું કે આગામી 10 દિવસમાં અમારે ગૃહમાં બહુમતી સાબિત કરવી પડશે. ચંપઇ સોરેને દાવો કર્યો છે કે તેમની પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે રાજ્યપાલને તમામ ધારાસભ્યોના સમર્થનનો વીડિયો પણ બતાવ્યો હતો.

ચંપઈ સોરેન એક દિવસ પહેલા રાજ્યપાલને પણ મળ્યા હતા. આ દરમિયાન તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જોકે તે સમયે રાજ્યપાલે તેમને આમંત્રણ આપ્યું ન હતું. રાજ્યપાલે કહ્યું હતું કે આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂૂ થશે. ચંપઈએ બેઠક બાદ મીડિયાને કહ્યું હતું કે અમે રાજ્યપાલ પાસે માંગ કરી છે કે નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂૂ થવી જોઈએ. રાજ્યપાલે અમને ખાતરી આપી છે કે પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂૂ થશે. હાલમાં અમે રિપોર્ટ સુપરત કર્યો છે. અમને સરકાર બનાવવામાં કોઈ મુશ્કેલી નથી. અમારું પગઠબંધનથ ખૂબ જ મજબૂત છે.

Advertisement

અહેવાલો અનુસાર સીએમ હેમંત સોરેનના રાજીનામા બાદ ધારાસભ્યોને અલગ કરવાના પ્રયાસો થઈ શકે છે. ઝારખંડમાંથી ધારાસભ્યોને ભાજપની લાલચથી બચાવવા માટે તેમને બહાર મોકલવાની તૈયારી ચાલી રહી હોવાના અહેવાલ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપની નજર ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના ધારાસભ્યો તેમજ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ધારાસભ્યો પર છે. ગઠબંધનમાં સામેલ ધારાસભ્યોને બચાવવા માટે તેમને ઝારખંડની બહાર કોઈ સુરક્ષિત જગ્યાએ મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement