POK પાકેલા ફળની જેમ હાથમાં આવશે, આક્રમણ કરી કબજાની જરૂર નહીં પડે
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મોરોક્કોની બે દિવસની મુલાકાતે છે. આ મુલાકાતને ભારત અને મોરોક્કો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અહીં ભારતીય સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી અને પીઓકે અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. રાજનાથ સિંહે કહ્યું, પીઓકે પોતાની મેળે આવશે. આપણે પીઓકે પર આક્રમણ કરીને કબજો કરવાની જરૂૂર નહીં પડે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, પીઓકેમાં માંગણીઓ વધવા લાગી છે. તમે કેટલાક લોકોને એક કે બે વાર નારા લગાવતા સાંભળ્યા હશે. પાંચ વર્ષ પહેલાં, જ્યારે હું કાશ્મીર ખીણમાં એક કાર્યક્રમમાં ભારતીય સેનાને સંબોધિત કરી રહ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે પીઓકે પર આક્રમણ કરીને કબજો કરવાની જરૂૂર રહેશે નહીં. તે આપણું છે. હવે પીઓકે પોતાને પહું પણ ભારત છુંથ એવું જાહેર કરશે, તે દિવસ આવી રહ્યો છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરના બીજા અને ત્રીજા તબક્કાની શક્યતા પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, નસ્ત્રબીજો ભાગ છે કે ત્રીજો ભાગ હજુ બાકી છે, અમે કહી શકતા નથી. તે તેમના (પાકિસ્તાનના) વર્તન પર આધાર રાખે છે. જો તેઓ આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાશે, તો તેમની સામે બદલો લેવામાં આવશે.