For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરફોર્મ, રિફોર્મ, ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મના નારા સાથે કાર્ય કરતા નવા મંત્રીઓને પીએમની શીખ

04:55 PM Aug 29, 2024 IST | admin
પરફોર્મ  રિફોર્મ  ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મના નારા સાથે કાર્ય કરતા નવા મંત્રીઓને પીએમની શીખ

પાંચ કલાકની મેરેથોન બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું આ તો માત્ર એક નાનો ડોઝ છે

Advertisement

દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં આયોજિત મેરેથોન બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ ખાસ કરીને પ્રથમ વખત મંત્રી બનેલા નવા મંત્રીઓ સાથે વાત કરી. કેન્દ્રની એનડીએ સરકારના પ્રધાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી વિશેષ રાજકીય ડોઝ મળ્યો છે, જે તેઓ દરરોજ અવિરત અને અથાક કામ કરશે. નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ, 2024ના રોજ દેશની રાજધાની દિલ્હીમાં એક મોટી બેઠક યોજી હતી, જેમાં તેમણે મંત્રીઓને આગળનો રસ્તો બતાવ્યો હતો.

સુષ્મા સ્વરાજ ભવનમાં લગભગ પાંચ કલાક સુધી ચાલેલી મેરેથોન બેઠકમાં પીએમ લગભગ 40 મિનિટ બોલ્યા. આ દરમિયાન તેમણે એક નવો સ્લોગન પણ આપ્યો હતો. વડાપ્રધાને મંત્રીઓને સતત કામ કરવાની સલાહ આપી અને કહ્યું કે તેઓએ પરર્ફોર્મ, રિફોર્મ, ટ્રાન્સફોર્મ અને ઇન્ફોર્મના નારા પર આગળ વધવું જોઈએ. મંત્રી પરિષદની બેઠકમાં પીએમ સરકારના કામ, સિદ્ધિઓને પ્રોત્સાહન અને જન કલ્યાણ યોજનાઓ વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી.પીએમએ મંત્રીઓને સોશિયલ મીડિયા દ્વારા જનતા સાથે જોડાવા માટે પણ કહ્યું, જેથી સંદેશ સ્પષ્ટ થાય કે કાર્ય જવાબદારીપૂર્વક થઈ રહ્યું છે.

Advertisement

બેઠકમાં મંત્રીઓને સરકારના 100 દિવસ પૂરા થવા પર પોતપોતાના મંત્રાલયના 10 મોટા નિર્ણયોની માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે મીટિંગના અંતે પીએમ મોદીએ મંત્રીઓને હળવાશથી કહ્યું કે આ તો માત્ર એક નાનો ડોઝ છે. પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે તેમને પૂરી આશા છે કે મંત્રીઓ રોકાયા વિના કામ કરવાની રીત અપનાવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement