આજે રાત્રે 8 વાગ્યે PM Modi રાષ્ટ્રજોગ સંબોધન કરશે, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'ઓપરેશન સિંદૂર' બાદ પહેલી વાર આજે રાત્રે આઠ વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરશે.પીએમ મોદીએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કાર્યવાહી બાદ હવે પ્રજાજોગ સંબોધન કરશે. તેમજ ભારતીય સેનાની બહાદુરીને બિરદાવશે. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ વડાપ્રધાન મોદીનું આ પ્રથમ જાહેર સંબોધન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી પહલગામ હુમલાનો બદલો લેવા ભારતીય સેના દ્વારા આતંકવાદનો સફાયો કરવા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરની સફળતા વિશે માહિતી આપી શકે છે. તેઓ ભારતીય સેનાની અભૂતપૂર્વ કામગીરીના વખાણ કરતાં તેમને સન્માન આપશે.
આજે 12 મે 2025ના રોજ, રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરશે. જેમાં તેઓ ભારત-પાકિસ્તાન તણાવ, ઓપરેશન સિંદૂર અને 10 મેના યુદ્ધવિરામ વિશે વાત કરી શકે છે. તેમણે આતંકવાદ સામે સેનાની સખત કાર્યવાહીની પ્રશંસા પણ કરી શકે છે. પીએમ મોદીએ આતંકવાદ સામે સખત કાર્યવાહીની ખાતરી આપતા કહ્યું હતું કે, "જો ત્યાંથી ગોળી ચલાવવામાં આવશે, તો અહીંથી ગોળો ચલાવવામાં આવશે.
ભારતે 7 મેના રોજ સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન દરમિયાન ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા અને 40 પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ માર્યા ગયા. 'ઓપરેશન સિંદૂર' ખાસ કરીને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા કેમ્પોને નિશાન બનાવ્યું.