For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

VIDEO: 'PM મોદી ઓબીસી નહીં જનરલ કેટેગરીમાં જન્મ્યા છે, તમને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે', રાહુલ ગાંધીએ જાતિ પર સાધ્યું નિશાન

01:42 PM Feb 08, 2024 IST | Bhumika
video   pm મોદી ઓબીસી નહીં જનરલ કેટેગરીમાં જન્મ્યા છે  તમને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે   રાહુલ ગાંધીએ જાતિ પર સાધ્યું નિશાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી જાતિમાં જન્મ્યા નથી. રાહુલે કહ્યું, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, "PM વડાપ્રધાન મોદી ઓબીસી (OBC) જાતિમાં જન્મ્યાં નહોતાં પરંતુ એ તો જનરલ કેટેગરી (સામાન્ય જાતિ) માં પેદા થયા હતા પરંતુ ભાજપવાળા એમ બોલીને લોકોને મૂર્ખ બનાવે છે કે વડાપ્રધાન OBC કેટેગરીમાં જન્મ્યાં હતાં..

Advertisement

રાહુલે કહ્યું, "સૌથી પહેલા હું તમને જણાવવા માંગુ છું કે નરેન્દ્ર મોદી OBC જન્મ્યા ન હતા. ફરી સાંભળો, નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતની તેલી જ્ઞાતિમાં થયો હતો. તમને બધાને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. ભાજપે વર્ષ 2000માં આ સમુદાયને ઓબીસી બનાવ્યો હતો. પીએમ મોદીનો જન્મ સામાન્ય જાતિમાં થયો હતો. તે (પીએમ) આખી દુનિયા સામે ખોટું બોલી રહ્યા છે કે તેઓ ઓબીસીમાં જન્મ્યા છે.મને ખબર છે કે તે ઓબીસી નથી કેમ કે તે કોઈ ઓબીસીને ગળે નથી લગાવતા. તે જાતિ આધારિત વસતી ગણતરી પણ નહીં કરાવે કેમ કે તે ઓબીસી છે જ નહીં. કરોડોના સૂટ પહેરે છે અને પોતાને ગરીબ અને ફકીર ગણાવે છે. સવારે નવો ડ્રેસ, સાંજે નવો ડ્રેસ અને રોજ નવા નવા ડ્રેસ પહેરે છે અને પછી પોતાને ઓબીસી ગણાવે છે.

Advertisement

ભાજપે વળતો પ્રહાર કર્યો

રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરે કહ્યું કે રાહુલ ગાંધીએ પહેલા જાતિઓ વિશે અભ્યાસ કરવો જોઈએ. તે જ્ઞાતિની વસ્તી ગણતરીની વાતો કરતો રહે છે. તે જાણે છે કે 'તેલી' સમુદાય કયા વર્ગનો છે. તેમને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. પીએમ મોદી પણ આ જ સમુદાયમાંથી આવે છે. રાહુલ ગાંધીને આ અંગે કોઈ જાણકારી નથી. તેમને દેશના સમાજો વિશે કોઈ જાણકારી નથી. તે વિચાર્યા વગર બોલે છે.

બીજેપી સાંસદ સુનીતા દુગ્ગલે કહ્યું, બધા જાણે છે કે તેઓ (રાહુલ ગાંધી) ભારતીય બંધારણને બરાબર સમજી શકતા નથી. તેઓ પોતાનું અધૂરું જ્ઞાન પ્રદર્શિત કરતા રહે છે. પીએમ મોદીએ સંસદમાં કહ્યું કે તેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે. રાહુલે કંઈપણ બોલતા કે આરોપ લગાવતા પહેલા ભારત વિશે જાણવું જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement