For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેરિસ ઓલિમ્પિકમાં અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ, પીએમ મોદીએ આપ્યા અભિનંદન

08:30 AM Aug 10, 2024 IST | Bhumika
પેરિસ ઓલિમ્પિકમાં અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ મેડલ  પીએમ મોદીએ આપ્યા અભિનંદન
Advertisement

પેરિસ ઓલિમ્પિકમાં 14માં દિવસે ભારતને વધુ એક મેડલ મળ્યો છે. ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમાને બ્રોન્ઝ મેડલ મેચમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવ્યો હતો. અમન સેહરાવતની ઓલિમ્પિક સફર મુશ્કેલીઓથી ભરેલી રહી છે.

અમાને 13-5ના શાનદાર સ્કોર સાથે મેચ જીતી લીધી હતી. સેમિફાઇનલ મેચ હાર્યા બાદ અમન બ્રોન્ઝ મેડલ મેચ માટે ક્વોલિફાય થઈ ગયો હતો. અમનની જીત પર સૌમાં ખુશીની લહેર હતી. અમને પેરિસ ઓલિમ્પિકમાં ભારતને છઠ્ઠો મેડલ અપાવ્યો હતો. આ એકંદરે પાંચમો બ્રોન્ઝ મેડલ હતો.

Advertisement

અમનની જીત પર પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, "અમારા કુસ્તીબાજોને વધુ ગૌરવ! પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અમન સેહરાવતને અભિનંદન. તેમનું સમર્પણ અને સંકલ્પ સ્પષ્ટપણે દેખાઈ આવે છે." સમગ્ર દેશ આ નોંધપાત્ર સિદ્ધિની ઉજવણી કરે છે."

તમને જણાવી દઈએ કે ભારતનર પેરીસ ઓલિમ્પિકનો આ છઠ્ઠો મેડલ હતો. પેરિસમાં અત્યાર સુધીમાં ભારતે પાંચ બ્રોન્ઝ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો છે. અત્યાર સુધીમાં ભારતે શૂટિંગમાં ત્રણ મેડલ જીત્યા છે, એક હોકીમાં, એક ભાલા અને કુસ્તીમાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement