For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પરાઠામાં પ્લાસ્ટિક, IRCTCએ કેટરરને ફટકાર્યો 10 લાખનો દંડ

11:26 AM Aug 30, 2024 IST | Bhumika
પરાઠામાં પ્લાસ્ટિક  irctcએ કેટરરને ફટકાર્યો 10 લાખનો દંડ
Advertisement

દહેરાદૂન શતાબ્દી ટ્રેનમાં ઘટના બની હતી

Advertisement

ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ રવિવારે દહેરાદૂન શતાબ્દી ટ્રેનના એક કેટરર પર 10 લાખ રૂૂપિયાનો દંડ લાદ્યો હતો કારણ કે એક મુસાફરને પીરસવામાં આવતા પરાંઠામાં પ્લાસ્ટિકનો વાયર મળી આવ્યો હતો.

રેલવે બોડીએ વધુમાં જણાવ્યું હતું કે એક અધિકારીને ‘બેઝ કિચનનું સંપૂર્ણ ઓડિટ’ કરવા અને બ્રાન્ડેડ સ્ટોકના પુરવઠાની તપાસ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બેઝ કિચન હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે.24 ઓગસ્ટના રોજ એક નિવેદનમાં, IRCTCએ જણાવ્યું હતું કે એક મુસાફરે તેના પરાંઠામાં પ્લાસ્ટિકનો વાયર જોયો હતો. જોકે, વેઈટરે માફી માંગી અને બદલીની ઓફર કરી. નિવેદનમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે મુસાફરોને હેન્ડ સેનિટાઈઝર અને ટિશ્યુ આપવામાં આવ્યા ન હતા અને ખોરાકની ગુણવત્તામાં સુધારો કરવાની જરૂર છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement