શેરબજારમાં ફૂલગુલાબી તેજી: સેન્સેક્સ 84000ના લેવલને પાર
સોના અને ચાંદીમાં આજે પણ 1500 નો વધારો
ગઈકાલે પણ શેરબજારમાં શાનદાર તેજી જોવા મળ્યા બાદ આજે પણ શેરબજારમાં શાનદાર તેજીનો દોડી યથાવત રહ્યો હતો સેન્સેક્સ 600 પોઈન્ટ ઉપર જતા સેન્સેક્સ પ્રથમ વખત 84000ની સપાટી ને ક્રોસ કર્યું છે. આજે શેર બજારમાં બપોર બાદ એફએમસીજી માર્કેટ, ઓટો માર્કેટ તેમજ ફાર્મા ના શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. નિફ્ટીમાં પણ શાનદાર રેલી જોવા મળતા નિફ્ટી 25,700 ને પાર કરી ગઈ હતી. બીજી બાજુ સોના ચાંદીમાં કેટલાક દિવસથી ચાલી રહેલી તેજી આજે પણ યથાવત રહી છે. રાજકોટમાં સોનાનો ભાવ 1,38,000 ની આસપાસ પહોંચ્યો છે. સોના ચાંદીના ભાવમાં તેજી આજે પણ યથાવત રહી હતી.
સોનામાં આજે પણ શરૂૂઆતમાં સોનામાં 2000 રૂૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચાંદીમાં 1500 રૂૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. આજે સવારે જ એમસીએક્સ માં સોનાનો ભાવ ₹1,31,850 સુધી જોવા મળ્યો હતો. જે ફરી એક વખત ઉચ્ચતમ સપાટીનો ભાવ હતો. સોનાના ભાવમાં 2000 રૂૂપિયા નો વધારો થતા આજે રાજકોટની બજારમાં સોનાનો ભાવ 1,38, 000 આસપાસ પહોંચી ગયો હતો. જ્યારે ચાંદીનો ભાવ રાજકોટમાં 1,80,000 ભાવ જોવા મળી રહ્યો છે. ચાંદીમાં પણ 2000 નો ભાવ વધતો જોવા મળ્યો છે. આવનારા દિવસોમાં સોનુ અને ચાંદી નો ભાવ ક્યાં જશે તે નક્કી નથી. જ્યારે શેર બજારમાં આજે આંશિક વધારો જોવા મળ્યો હતો.