લાલબાગચા રાજાના વિસર્જનમાં ખિસ્સા કાતરૂઓને તડાકો
લાલબાગચા રાજાની વિસર્જનયાત્રા વખતે હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હોવાથી પ્રચંડ ગિરીદીનો લાભ લેવા પાકીટમારો, મોબાઇલચોર અને ચેઇન-સ્નેચર્સ ઍક્ટિવ થઈ જાય છે. આ વર્ષે પણ એવું જ બન્યું હતું અને અનેક લોકોએ મોબાઇલ અને સોનાનાં ઘરેણાં આ ગિરદીમાં ગુમાવ્યાં હતાં. લગભગ 100 જેટલી ઘટના બની હતી એમ એક પોલીસ-ઑફિસરે જણાવ્યું હતું. એ પછી પીડિતોએ કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લાંબી લાઇન લગાવી હતી.પોલીસ એક પછી એક ફરિયાદ નોંધતી હતી. ગઈ કાલ બપોર સુધી 20 ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા હતા.
પોલીસે આ સંદર્ભે ઍક્શન લેવાનું શરૂૂ કરી દીધું છે અને 12 આરોપીઓને તાબામાં લઈ તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ચોરાયેલી બે સોનાની ચેઇન હસ્તગત કરવામાં આવી હતી. મોટા ભાગના પીડિતોનું કહેવું હતું કે તેઓ જ્યારે લાલબાગચા રાજાના વિસર્જનમાં હતા ત્યારે તેમના મોબાઇલ અને સોનાની ચેઇન ચોરાયાં હતાં. તેમનું કહેવું હતું કે જો પોલીસ એ આરોપીઓને પકડવામાં નિષ્ફળ જશે તો લાલબાગચા રાજા મંડળે અમને એ કોમ્પન્સેટ કરી આપવું જોઈએ.