ફિઝિક્સ વાલાના કો-ફાઉન્ડર આલખ પાંડેની સંપત્તિમાં 1 વર્ષમાં 223%નો વધારો
શાહરૂખ ખાન કરતા પણ વધુ સંપત્તિનો માલિક, હૂરૂન ઇન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ
એડટેક કંપની ફિઝિક્સ વાલાના કો-ફાઉન્ડર આલખ પાંડેની નેટવર્થમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે તેમનું નામ હવે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025માં સામેલ કરવામાં આવ્યા છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર, અલખ પાંડેની નેટવર્થમાં છેલ્લા એક વર્ષમાં 223%નો વધારો થયો છે.
ફિઝિક્સવાલાના કો-ફાઉન્ડર અલખ પાંડેની કુલ સંપત્તિ હવે 14,510 કરોડ રૂૂપિયા છે, જેના કારણે તેઓ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025માં સ્થાન મેળવ્યું છે. તેમની સંપત્તિ હવે બોલીવુડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાન (12,490 કરોડ રૂૂપિયા) કરતા વધી ગઈ છે. અલખ પાંડે હવે તે ભારતીયોમાં સામેલ થઈ ગયા છે, જેમની સંપત્તિમાં સૌથી ઝડપથી વધારો થયો છે.
ભલે ફિઝિક્સવાલાને છેલ્લા કેટલાક નાણાકીય વર્ષોમાં નુકસાન થયું હોય, પરંતુ અલખ પાંડેની નેટવર્થમાં ઝડપથી વધારો થયો છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024-25માં 243 કરોડ રૂૂપિયાનો નેટ લોસ (નુકસાન) નોંધાયો હતો, જે પાછલા નાણાકીય વર્ષમાં 1,131 કરોડ રૂૂપિયા હતો. આનો અર્થ એ થયો કે, કંપનીએ તેના નુકસાનમાં 78% ઘટાડો કર્યો છે. કંપનીની કુલ આવક વધીને 2,886 કરોડ રૂૂપિય થઈ છે, જે પાછલા વર્ષના 1,940 કરોડ રૂૂપિયા હતી. આ છતાં અલખ પાંડે અને તેમના પાર્ટનરની સંપત્તિમાં 223%નો વધારો થયો છે, જે દર્શાવે છે કે પડકારો હોવા છતાં એડટેક ક્ષેત્રની માંગ સતત વધી રહી છે.