રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તહેવારોની સિઝન પહેલાં ફિલપકાર્ટ એક લાખ લોકોને રોજગારી આપશે

05:21 PM Sep 05, 2024 IST | admin
Advertisement

નવ શહેરોમાં 11 નવા સેન્ટર શરૂ કરવામાં આવશે

Advertisement

દેશની ટોચની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ તહેવારની સીઝન દરમિયાન આવનારા તેના આગામી સેલ ધ બિગ બિલિયન ડેઝ 2024 દરમિયાન દેશભરમાં લગભગ એક લાખ નવી નોકરીઓનું સર્જન કરે તેવી અપેક્ષા છે. ફ્લિપકાર્ટે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આગામી તહેવારોના સેલ અગાઉ તેણે નવ શહેરોમાં 11 નવા ફુલફિલમેન્ટ સેન્ટર શરૂૂ કર્યા છે, જેનાથી દેશમાં આ કેન્દ્રોની સંખ્યા 83 થઈ ગઈ છે.વોલમાર્ટ ગ્રુપ કંપનીએ કહ્યું કે ફ્લિપકાર્ટ દેશભરમાં તેની સપ્લાય ચેઇનમાં એક લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન કરવા જઈ રહી છે.

ફ્લિપકાર્ટે જણાવ્યું હતું કે નવી નોકરીઓ સપ્લાય ચેઇનના વિવિધ ક્ષેત્રોમાં હશે. તેમાં ઇન્વેન્ટરી મેનેજર, ડિલિવરી ડ્રાઇવર્સનો સમાવેશ થાય છે.તહેવારોના સમયમાં આયોજિત વેચાણમાં ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા સર્જાયેલી નોકરીઓ મોટાભાગે સીઝનેબલ હોય છે.તે તહેવારોની સીઝન પહેલા નવા કર્મચારીઓ માટે વ્યાપક કૌશલ્ય અને તાલીમ કાર્યક્રમો પણ હાથ ધરશે.

નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઋહશાસફિિં વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને ખાસ કરીને આગામી તહેવારોની સાઝન દરમિયાન સરળ સપ્લાય ચેઇન કામગીરી, બહેતર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને બહેતર ઉત્પાદન ઉપલબ્ધતાની ખાતરી કરી રહ્યું છે. ઓટોમેટેડ વેરહાઉસથી લઈને ડેટા આધારિત નિર્ણય લેવા સુધી ફ્લિપકાર્ટે તેની ઓપરેશનલ કાર્યક્ષમતા અને ગ્રાહક સંતોષ વધારવા માટે ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ અપનાવ્યા છે.

ફ્લિપકાર્ટ ગ્રુપના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને સપ્લાય ચેઇન, કસ્ટમર એક્સપીરિયન્સ અને રીકોમર્સ હેડ હેમંત બદ્રીએ જણાવ્યુ હતું કે ઝઇઇઉ હવે ફ્લિપકાર્ટ માટે માત્ર એક મહત્વાકાંક્ષી ઇવેન્ટ નથી, પરંતુ તહેવારોની સીઝન દરમિયાન ઉજવવામાં આવતો ઉત્સવ પણ બની ગયો છે જે સમગ્ર ઇકોસિસ્ટમ એક સાથે લાવે છે. અમારા વિસ્તૃત સપ્લાય ચેઈન નેટવર્ક સાથે, અમે અમારા ગ્રાહકોની વધતી જતી માંગને પહોંચી વળવા અને તેમને અપ્રતિમ ખરીદીનો અનુભવ પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છીએ.

Tags :
festive seasonindiaindia newsPhilpkart will employ
Advertisement
Next Article
Advertisement