ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આલેલે... કોરોનાથી લોકોનો IQ ઘટી ગયો

11:41 AM Mar 06, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

કોવિડ-19ના વૈશ્વિક કેસો મોટાભાગે નિયંત્રણમાં હોવાનું જણાય છે, તેમ છતાં ચેપગ્રસ્ત લોકોમાં લોંગ કોવિડનું જોખમ હજુ પણ આરોગ્ય નિષ્ણાતો માટે ગંભીર ચિંતાનું કારણ છે.કોરોના સંબંધિત ઘણા સંશોધનોમાં એવું કહેવામાં આવ્યું છે કે, જઅછજ-ઈજ્ઞટ-2 વાયરસે લાંબા ગાળે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને હૃદય અને ફેફસાના સ્વાસ્થ્ય પર તેની ગંભીર આડઅસર જોવા મળી છે.સંશોધકોએ જણાવ્યું હતું કે, ઘણા લોકો જેઓ કોરોના વાયરસનો ભોગ બન્યા છે તેઓ રોગમાંથી સાજા થયા પછી પોતાના આઇકયુમાં ઘટાડો અનુભવી રહ્યા છે.

Advertisement

તાજેતરમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં, નિષ્ણાતોની એક ટીમે જણાવ્યું હતું કે જે લોકો કોવિડ-19માંથી સાજા થયા છે તેઓએ એક વર્ષ પછી આઈક્યુ સ્તરમાં ઓછામાં ઓછા 3-પોઈન્ટનો ઘટાડો દર્શાવ્યો છે. જો કે આ ઘટાડો વધુ નથી, પરંતુ આરોગ્ય નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, મોટી વસ્તીમાં મગજ સંબંધિત જોખમો અંગે સજાગ રહેવાની જરૂૂર છે. મગજની કામગીરીમાં ઘટાડો જીવનની ગુણવત્તા પર પણ નકારાત્મક અસર કરી શકે છે.
ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત આ સંશોધન જણાવે છે કે, કોરોના ચેપના હળવા અને ગંભીર બંને કેસ ધરાવતા લોકોમાં જ્ઞાનાત્મક ઘટાડો જોવા મળે છે.તેમના આઇકયુમાં 9-પોઇન્ટ સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જે લોકો ચેપમાંથી સાજા થયા છે તેમની યાદશક્તિ, તર્ક અને પરિસ્થિતિઓનો સરળતાથી સામનો કરવાની ક્ષમતામાં ઘટાડો થયો છે.

ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં હાથ ધરાયેલા આ અભ્યાસમાં સંશોધકોએ આઠ લાખ પુખ્ત વયના લોકોના સેમ્પલના આધારે રિપોર્ટ બનાવ્યો છે.આ સર્વે સેમ્પલની બૌદ્ધિક ક્ષમતા એટલ કે આઇકયુ ચકાસવા માટે ઓનલાઈન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. એકંદરે 1,41,583 પાર્ટિસિપન્સેલા ઓછામાં ઓછું એક કાર્ય પૂર્ણ કર્યું જ્યારે 1,12,964એ તમામ આઠ કાર્યો યોગ્ય રીતે કર્યા હતા. કોરોનાનો ભોગ બનેલા લોકોની બૌદ્ધિક ક્ષમતામાં ઘટાડો નોંધાયો હતો. કોવિડ-19નું ચેપનું સ્તર જે પ્રમાણે હતુ તે પ્રમાણે જ લોકોના આઇકયુમાં ઘટાડો થયો હતો. રિસર્ચસે જણાવ્યું કે જે લોકો મહામારીની શરૂૂઆતમાં કોરોનાના મૂળ વાયરસ એટલે કે ઇ.1.1.7 વેરિઅન્ટથી સંક્રમિત થયા હતા તેઓનું આઇકયુ લેવલ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોની સરખામણીમાં વધુ ઓછું રહ્યું હતુ. આ સિવાય જે લોકોએ રસી નહોતી લીધી તેમનું ઈંચ બે કે તેથી વધુ રસી લેનાર લોકોના આઇકયુ કરતા ઘણું નીચું રહ્યું હતુ.

Tags :
coronaHealthindiaindia newsPeople's IQ
Advertisement
Advertisement