રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારતના લોકોએ કયારેય ન્યાય પાલિકામાં વિશ્ર્વાસ નથી ગુમાવ્યો: વડાપ્રધાન મોદી

05:47 PM Aug 31, 2024 IST | admin
Advertisement

સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ટિકિટ-સિક્કાનું અનાવરણ

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂરાં થવાના અવસરે ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરવાની સાથે કહ્યું કે સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂરાં કરવા તે કોઈ એક સંસ્થાની સફર નથી પણ આ યાત્રા છે ભારતના બંધારણ અને તેના બંધારણીય મૂલ્યોની. ભારત લોકોએ ક્યારેય સુપ્રીમ કોર્ટ, આપણી ન્યાયપાલિકામાં વિશ્વાસ નથી ગુમાવ્યો એટલા માટે સુપ્રીમ કોર્ટના આ 75 વર્ષ મધર ઓફ ડેમોક્રસી ભારતના ગૌરવને આગળ વધારે છે.

પીએમ મોદીએ ન્યાયપાલિકાને મજબૂત સ્તંભ ગણાવ્યો આગળ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઈમરજન્સીના કાળા દિવસોમાં મૌલિક અધિકારો અને રાષ્ટ્રીય હિત સંબંધિત મુદ્દાઓ અંગે રાષ્ટ્રીય એકતા જાળવી રાખી હતી. આઝાદીના અમૃતકાળમાં 140 કરોડ દેશવાસીઓનું એક જ સપનું છે - વિકસિત ભારત, નવું ભારત. નવું ભારત એટલે કે વિચાર અને સંકલ્પથી એક આધુનિક ભારત. આપણી ન્યાયપાલિકા આ વિઝનનો એક મજબૂત સ્તંભ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા લોકતંત્રમાં ન્યાયપાલિકા બંધારણની સંરક્ષક મનાય છે. તે પોતાનામાં જ એક મોટી જવાબદારી છે. આપણે સંતોષ સાથે કહી શકીએ કે આપણી સુપ્રીમ કોર્ટ, આપણી ન્યાયપાલિકાએ આ જવાબદારીનું ખૂબ જ શ્રેષ્ઠ રીતે નિર્વહન કર્યું છે. આઝાદી બાદ ન્યાયપાલિકાએ ન્યાયની ભાવનાની રક્ષા કરી. જ્યારે જ્યારે દેશની સુરક્ષાનો સવાલ ઊભો થયો તો ન્યાયપાાલિકાએ રાષ્ટ્રહિત સર્વોપરી રાખી ભારતની એકતાની સુરક્ષા કરી

Tags :
indiaIndia have never lost faithindia newsNyaya Palikapm modi
Advertisement
Next Article
Advertisement