2000ની રૂા.6691 કરોડ મૂલ્યની નોટો લોકો પાસે
દેશમાં રૂૂ.2000ની ચલણી નોટ 19, મે 2023ના ચલણમાંથી પાછી ખેંચવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ જાહેર કર્યા બાદથી અત્યાર સુધીમાં 98.12 ટકા રૂૂપિયા બે હજારની ચલણની નોટ પરત આવી હોવાનું જ્યારે હજુ રૂૂ.6691 કરોડની નોટ લોકો પાસે ચલણમાં હોવાનું આરબીઆઈએ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ દ્વારા અગાઉ 19, મે 2023થી રૂૂ.2000ની ચલણી નોટોને ચલણમાંથી પાછી ખેંચવા જાહેર કર્યું હતું આ રૂૂ.2000ની નોટો 7, ઓકટોબર 2023 સુધી તમામ બેંકોની શાખાઓમાં જમા કરાવવા અથવા બદલી લેવા માટેનું સવલત આપવામાં આવી હતી. આ ઉપરાંત 9, ઓકટોબર 2023 પબ્લિકને રૂૂ.2000ની ચલણી નોટો આરબીઆઈ દ્વારા જારી ઓફિસોમાં તેમના બેંક ખાતાઓમાં જમા કરવા માટેની પણ સવલત આપવામાં આવી હતી. જ્યારે દેશમાં કોઈપણ પોસ્ટ ઓફિસથી ઈન્ડિયા પોસ્ટ થકી રૂૂ.2000ની ચલણી નોટ મોકલનારાને તેમના બેંક ખાતાઓમાં જમા કરવા આરબીઆઈ જારી ઓફિસોને મોકલવાની પણ સવલત અપાઈ હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સમયાંતરે કેટલી રૂૂ.2000ની ચલણી નોટો પરત આવી છે એના જારી કરાતાં આંકડામાં 31, ડિસેમ્બર 2024 સુધીમાં 98.12 ટકા નોટ પરત આવી હોવાનું જાહેર કરાયું છે. 19, મે 2023ના આંક મુજબ રૂૂ.3.56 લાખ કરોડનું કુલ રૂૂ.2000ની ચલણી નોટ ચલણમાં હતી, એ ઘટીને હવે માત્ર રૂૂ.6691 કરોડની ચલણમાં રહી ગઈ છે. રૂૂ.2000ની ચલણી નોટ હજુ લિગલ ટેન્ડર છે.