For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પેટીએમના સ્વતંત્ર ડિરેકટર અભિષેકને ત્યાં સીબીઆઇ ત્રાટકી

06:46 PM Feb 21, 2024 IST | Bhumika
પેટીએમના સ્વતંત્ર ડિરેકટર અભિષેકને ત્યાં સીબીઆઇ ત્રાટકી

ફિનટેક કંપની પેટીએમની સમસ્યાઓનો અંત આવવાના સંકેત દેખાઈ રહ્યા નથી. રિઝર્વ બેંકે પેટીએમને 15 દિવસનો સમય આપ્યો હોવા છતાં કંપની પર ઈડીની પકડ યથાવત છે. તે જ સમયે હવે સીબીઆઈએ પણ પેટીએમ કેસમાં પ્રવેશ કર્યો છે.

Advertisement

સીબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકના એક વરિષ્ઠ અધિકારીના ઘર અને પરિસરમાં દરોડા પાડ્યા છે. સીબીઆઈએ અપ્રમાણસર સંપત્તિના કેસમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશનના ભૂતપૂર્વ સેક્રેટરી રમેશ અભિષેકના ઘરને સર્ચ કર્યું હતું.

અભિષેક પેટીએમ પેમેન્ટ્સ બેંકના સ્વતંત્ર ડિરેક્ટર છે. એવું કહેવાય છે કે જ્યારે તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશનના સચિવ હતા ત્યારે તેમણે સેબી સમક્ષ પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનનો આઈપીઓ આગળ વધાર્યો હતો.

Advertisement

રમેશ અભિષેક સામે કથિત રીતે દાખલ કરાયેલી એફઆઈઆર જાહેર કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ નથી કે તેના પર કયા આરોપો મૂકવામાં આવ્યા છે અને કયા આરોપોના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. જો કે તેમની સામે અપ્રમાણસર સંપત્તિનો મામલો પેન્ડીંગ હોવાનો અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને આરબીઆઈએ પેટીએમની પેટાકંપનીને 29 ફેબ્રુઆરીથી તેના સંચાલિત વોલેટ અથવા એકાઉન્ટ્સમાં વધુ થાપણો, ટોપ-અપ અથવા ક્રેડિટ વ્યવહારો સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, આ દરમિયાન પેટીએમ પેમેન્ટ્સ બેંકની સેવાઓ માટેની અંતિમ તારીખ 15 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement