ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

GST અપીલ માટે પ્રી-ડિપોઝિટ તરીકે ફરજિયાત કેશના બદલે ઈનપૂટ ટેક્સ ક્રેડિટમાંથી ચૂકવણી થઈ શકશે

11:17 AM May 20, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

ભારતમાં કરદાતાઓ માટે એક સીમાચિહ્નરૂૂપ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે GST અપીલ દાખલ કરવા માટે ફરજિયાત પ્રી-ડિપોઝીટ (10%) ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) માંથી ચૂકવી શકાય છે. અત્યાર સુધી તેને ફક્ત રોકડમાં ચૂકવવાનું ફરજિયાત માનવામાં આવતું હતું, પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ નિર્ણય ગુજરાત હાઈકોર્ટના આદેશને જાળવી રાખીને આપવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે યશો ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ મહેસૂલ વિભાગના કેસમાં કરદાતાઓની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. GST કાયદાની કલમ 107(6) હેઠળ, કોઈપણ અપીલ દાખલ કરતા પહેલા 10% ટેક્સની પૂર્વ-જમાવટ ફરજિયાત છે.અત્યાર સુધી સરકાર માનતી હતી કે આ ચુકવણી ફક્ત કેશ લેજરથી જ કરી શકાય છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે તે ITC (ઈલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર)થી પણ કરી શકાય છે.

સુપ્રીમ કોર્ટે હવે મહેસૂલ વિભાગના જકઙને ફગાવીને આ નિર્ણયને માન્ય રાખ્યો છે.સુનાવણી દરમિયાન યશો ઇન્ડસ્ટ્રીઝના - વરિષ્ઠ વકીલ અભિષેક એ. રસ્તોગીએ કોર્ટને જણાવ્યું હતું કે ઈGST કાયદાની કલમ 49(4) મુજબ, ઊઈકનો ઉપયોગ આઉટપુટ ટેક્સની ચુકવણી માટે થઈ શકે છે. GST નિયમ 86(2) અને પરિપત્ર 172/04/2022 પ્રી-ડિપોઝીટને દંડ અથવા વ્યાજ તરીકે વર્ગીકૃત કરતા નથી, જે તેને ITCમાંથી ચુકવણી માટે પાત્ર બનાવે છે. પ્રી-ડિપોઝીટ એ ફક્ત એક પ્રક્રિયાગત જરૂૂરિયાત છે, વાસ્તવિક કર ચુકવણી નહીં.

આ નિર્ણયથી કરદાતાઓ હવે તેઓ આઈટીસીનો ઉપયોગ કરીને અપીલ દાખલ કરી શકે છે, તેમને રોકડની વ્યવસ્થા કરવાની જરૂર નથી. આ ઉપરાંત ખજખઊ અને નિકાસકારોને સહાય મળશે- નાના વ્યવસાયો અને નિકાસકારો જેમની પાસે ITC છે પરંતુ રોકડની અછત છે, તેમના માટે આ રોકડ પ્રવાહનું દબાણ ઘટાડશે.
આ ચૂકવણી જે કરદાતાઓએ પહેલાથી જ રોકડમાં ડિપોઝિટ કરી દીધી છે તેઓ હવે રિફંડ અથવા એડજસ્ટમેન્ટ માટે અરજી કરી શકે છે. આ નિર્ણય વિરોધાભાસી અર્થઘટનોને દૂર કરે છે અને કાયદાના હેતુને સ્પષ્ટ કરે છે.

કોર્ટે કહ્યું કે પ્રક્રિયાગત નિયમો કરદાતાઓના ન્યાય મેળવવાના અધિકારને અવરોધી શકતા નથી.
આ નિર્ણય જીએસટી સિસ્ટમને ટેકનોલોજી આધારિત અને કરદાતા-મૈત્રીપૂર્ણ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. હવે, કરદાતાઓ સરકાર પાસે પહેલેથી જ રહેલી ક્રેડિટમાંથી તેમની અપીલ માટે પ્રી-ડિપોઝીટ કરી શકશે. આનાથી વ્યવસાયોને સુવિધા મળશે, વિવાદો ઘટશે અને ૠજઝઅઝ જેવી નવી અપીલ કોર્ટમાં વિશ્વાસ વધશે.

Tags :
GSTGST appealsindiaindia newsTax Credit
Advertisement
Next Article
Advertisement