ગુજરાતમાં પટેલો, હરિયાણામાં જાટને ભડકાવ્યા હવે મહારાષ્ટ્રમાં મરાઠીઓને અલગ કરવાનો ખેલ
ઉધ્ધવ ઠાકરેનો ભાજપ ઉપર પ્રહાર, હિન્દી ભાષા વિવાદ વકર્યો
શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરેએ બે દાયકા પછી મુંબઈમાં એક સંયુક્ત રેલીમાં સ્ટેજ શેર કર્યું. ભાવનાત્મક ક્ષણમા ભાઈઓએ એકબીજાને ગળે લગાવ્યા અને એકબીજાને શુભેચ્છા પાઠવી, જેનાથી સ્ટેજ પર હાજર સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.
ઉદ્ધવ ઠાકરેએ નામ લીધા વગર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં પટેલોને ભડકાવીને અલગ કર્યાં હતા. હરિયાણામાં જાટને ભડકાવીને અલગ કર્યા એ રીતે મહારાષ્ટ્રમાં ભડકાવીને મરાઠીઓને અલગ કરવા માંગે છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા હિન્દીને ત્રીજી ભાષા તરીકે રજૂ કરવાના નિર્ણયની પૃષ્ઠભૂમિ સામે આ કાર્યક્રમ યોજાયો હતો, જેના કારણે રાજ્યમાં ભાષા પર રાજકીય ચર્ચા ફરી ગરમ થઈ ગઈ છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેના ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા અને ગુજરાતના પટેલોનો ઉલ્લેખ કરી નિશાન સાધ્યું હતું.
રાજ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું મેં મારા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારું મહારાષ્ટ્ર કોઈપણ રાજકારણ અને લડાઈ કરતાં મોટું છે.
આજે 20 વર્ષ પછી, હું અને ઉદ્ધવ એક થયા છીએ. બાળાસાહેબ જે ન કરી શક્યા, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે. આપણા બંનેને એક સાથે લાવવાનું કામ.