For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પતંજલીનું ઘી ખાવા લાયક નથી લેબ ટેસ્ટમાં ફેલ, લાખોનો દંડ

06:01 PM Nov 29, 2025 IST | Bhumika
પતંજલીનું ઘી ખાવા લાયક નથી લેબ ટેસ્ટમાં ફેલ  લાખોનો દંડ

ઉત્તરાખંડના પિથૌરાગઢમાં બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદનું દેશી ગાયનું ઘી ગુણવત્તા ટેસ્ટિંગમાં ફેલ થયું છે. ખાદ્ય વિભાગે સ્પષ્ટ કહ્યું કે, આ ઘી ખાવા લાયક નથી અને તેના સેવનથી બીમારી અને આડઅસરો થઇ શકે છે.
પતંજલિના ઘીના બે સ્તરના લેબ રિપોર્ટ ફેલ થયા છે. પ્રદેશ સ્તરીય લેબ, રૂૂદ્રપુર અને રાષ્ટ્રીય ખાદ્ય લેબ, ગાઝિયાબાદ બન્ને જગ્યાએ રિપોર્ટમાં ઘી સ્ટાન્ડર્ડના અનુરૂૂપ જોવા મળ્યું નહતું.

Advertisement

ખાદ્ય વિભાગે તરત જ કાર્યવાહી કરતા કંપની પર 1.40 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિપોર્ટ અનુસાર, બન્ને લેબ ટેસ્ટમાં ઘીમાં માનક ગુણવત્તા જોવા મળી નહતી. આ ઘટના ગ્રાહકો માટે ચેતવણી સમાન છે, કારણ કે પતંજલિના ઉત્પાદનો લાખો લોકોના ઘરોમાં ઉપયોગમાં લેવાય છે. ખાદ્ય વિભાગે કહ્યું છે કે ગ્રાહકોએ આવા ઉત્પાદનો ખરીદતી વખતે સાવધાની રાખવી જોઈએ અને ફક્ત એવા ઉત્પાદનો પસંદ કરવા જોઈએ જે ગુણવત્તા પ્રમાણપત્ર ધરાવે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement