મુંબઇ એરપોર્ટ પર વ્હીલચેર ન મળવાથી પેસેન્જરનું મૃત્યુ
એક 80 વર્ષીય એર ઈન્ડિયા પેસેન્જર વ્હીલચેર ન મળવાના કારણે મુંબઈ એરપોર્ટ પર પડી ગયો અને મૃત્યુ પામ્યો હતો. અહેવાલ મુજબ, પેસેન્જર અને તેની પત્ની સોમવારે ન્યૂયોર્કથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. મુંબઇ એરપોર્ટ પર તેમણે વ્હીલચેર માગી હતી.
જોકે, બંને વચ્ચે માત્ર એક જ વ્હીલચેર ઉપલબ્ધ હોવાથી પતિએ વિમાનથી ટર્મિનલ સુધી ચાલવાનું નક્કી કર્યું. તે તેની પત્ની અને તેના એટેન્ડન્ટની પાછળ 1.5 કિમી ચાલ્યો, પરંતુ ઈમિગ્રેશન ડેસ્ક પર પહોંચતા જ તે પડી ગયો અને મૃત્યુ પામ્યો.
વ્હીલચેરની અછતને કારણે, દંપતી માટે માત્ર એક વ્હીલચેર સહાયક દેખાયો. પત્ની વ્હીલચેર પર બેઠી, જ્યારે પતિએ તેને અનુસરવાનું નક્કી કર્યું અને સાથે ચાલ્યો. તે ઇમિગ્રેશન વિસ્તારમાં પહોંચવા માટે લગભગ 1.5 કિમી ચાલ્યો હશે જ્યાં તે અચાનક હાર્ટ એટેકને કારણે પડી ગયો. તેને મુંબઈ એરપોર્ટ મેડિકલ ફેસિલિટીમાં લઈ જવામાં આવ્યો અને ત્યાંથી નાણાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ વ્યક્તિની ઓળખ યુએસ પાસપોર્ટ ધરાવતો ભારતીય મૂળના વ્યક્તિ તરીકે થયો હતો. તેણે અને તેની પત્નીએ રવિવારે ન્યૂયોર્કથી નીકળેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ અઈં-116માં ઈકોનોમી ક્લાસની ટિકિટ બુક કરાવી હતી. એરપોર્ટના એક સ્ત્રોતે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ફ્લાઈટમાં 32 મુસાફરોએ વ્હીલચેર માટે વિનંતી કરી હતીા
પરંતુ માત્ર 15 વ્હીલચેર જ ઉપલબ્ધ હતી.વ્હીલચેરની ભારે માંગને કારણે, અમે પેસેન્જરને વ્હીલચેરની સહાય પૂરી પાડવામાં આવે ત્યાં સુધી રાહ જોવાની વિનંતી કરી હતી, પરંતુ તેણે તેના જીવનસાથી સાથે ચાલવાનું પસંદ કર્યું એમ એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું.