For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

SC-ST ભારત બંધના એલાનને આંશિક પ્રતિસાદ

11:02 AM Aug 21, 2024 IST | admin
sc st ભારત બંધના એલાનને આંશિક પ્રતિસાદ

બિહારના પૂર્ણિયામાં ટાયરો સળગાવાયા, જહાનાબાદમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, રાજસ્થાનમાં ઇન્ટરનેટ-શાળા- કોલેજો બંધ, દિલ્હી સહિતના રાજ્યોમાં નહિવત અસર

Advertisement

એસ.સી. અને એસ.ટી. અનામત અંગે સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયના વિરોધમાં આજે નેશનલ કો ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઇબલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવેલા બંધને રાજસ્થાન, બિહાર અને છતિસગઢ સહીતના કેટલાક રાજ્યોમાં સારો પ્રતિસાદ સાંપડયો છે. જયારે કેટલાક રાજયોમાં આંશિક પ્રતિસાદ મળ્યો છે તો દિલ્હી સહીતના રાજયોમાં બંધને કોઇ પ્રતિસાદ મળ્યો નથી.

આજે બંધના એલાન દરમિયાન બિહારના પૂર્ણિયામાં રસ્તા પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો હતો, તો જહાનાબાદમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઝપાઝપી થઇ હતી જયારે રાજસ્થાનમાં અગમચેતીના ભાગરૂપે મોટા ભાગના જિલ્લાઓમાં ઇન્ટરનેટ અને શાળા- કોલેજો બંધ રખાયા છે.

Advertisement

છતીસગઢના છીંદવાડામાં સજજડ બંધ પળાયો છે તો ગુજરાતમાં પણ ભીલોડા અને ડેડીયાપાડા સહીતના આદિવાસી વિસ્તારોમાં સવારથી બંધની અસર જોવાઇ હતી.

ભારત બંધના એલાનને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના મોટાભાગના જિલ્લાઓએ શાળાઓ અને કોલેજોમાં એક દિવસની રજાના આદેશ જારી કર્યા છે. બંધના કારણે જયપુર, જયપુર ગ્રામીણ, સીકર, અનુપગઢ, ખૈરથલ-તિજારા, જોધપુર, ઝુંઝુનુ, બાડમેર, ધોલપુર, અલવર, દૌસા, સવાઈ માધોપુર, ડીગ, જેસલમેર, બાડમેર, બિકાનેર, ટોંક, ભીલવાડા, નીમકથાણા, કોટા, શ્રીગંગાનગર. , ચિત્તોડગઢ અને આજે ભરતપુરમાં શાળા-કોલેજોમાં રજા છે. તે જ સમયે, કોચિંગ, પુસ્તકાલય, હોસ્ટેલ અને આંગણવાડી કેન્દ્રોમાં પણ રજા રહેશે. બંધના કારણે કોટા, શેખાવતી અને મત્સ્ય યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી.

અનુસૂચિત જાતિ (એસ.સી) અને અનુસૂચિત જનજાતિ (એસ.ટી.) અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો ઘણા વિરોધ પક્ષોએ પણ વિરોધ કર્યો હતો. આ જ કારણ છે કે આરજેડી અને ઝારખંડ મુક્તિ મોરચા જેવી પાર્ટીઓએ પણ આજે બોલાવેલા ભારત બંધને સમર્થન આપ્યું છે.

દલિત અને આદિવાસી સંગઠનોએ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સુરક્ષાની માંગ માટે આજે ભારત બંધનું આહવાન કર્યું છે.દલિત અને આદિવાસી સંગઠનોએ અનુસૂચિત જાતિ (એસ.સી.), અનુસૂચિત જનજાતિ (એસ.ટી.) અને અન્ય પછાત વર્ગો (ઘઇઈ) માટે ન્યાય અને સમાનતા સહિતની માંગણીઓની યાદી બહાર પાડી છે. ગઅઈઉઅઘછ (નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત અને આદિવાસી સંગઠનો) એ સુપ્રીમ કોર્ટની સાત જજની બેન્ચના તાજેતરના નિર્ણય પર વિરોધી વલણ અપનાવ્યું છે.

તેમના મતે આ ચુકાદો ઈન્દિરા સાહની કેસમાં નવ ન્યાયાધીશોની બેન્ચના અગાઉના ચુકાદાને નબળો પાડે છે, જેણે ભારતમાં અનામત માટે માળખું સ્થાપિત કર્યું હતું. ગઅઈઉઅઘછએ સરકારને આ નિર્ણયને નકારી કાઢવા વિનંતી કરી છે. ફેડરેશને કહ્યું કે આ નિર્ણય એસ.ટી. અને એસ.ટી.ના બંધારણીય અધિકારોને જોખમમાં મૂકે છે. સંગઠન એસસી, એસટી અને ઓબીસી માટે અનામત પર સંસદના નવા અધિનિયમને લાગુ કરવાની પણ હાકલ કરી રહ્યું છે, જે તેને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરીને સુરક્ષિત કરવામાં આવશે.

બસપા અને આરજેડીએ અનામતના મુદ્દે ભારત બંધને સમર્થન આપ્યું છે. ચિરાગ પાસવાનની પાર્ટીએ પણ બંધને સમર્થન આપ્યું છે. જીતન રામ માંઝી અને તેમની પાર્ટીએ કહ્યું છે કે તેઓ બંધના વિરોધમાં છે અને તેનું સમર્થન કરતા નથી. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદને પણ સમર્થન આપ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ સહિત કેટલીક પાર્ટીઓના નેતાઓ પણ સમર્થનમાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement