બિહારની મતદાર યાદીના મામલે સંસદ-રાજ્યસભા સ્થગિત
મંગળવારે સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે, લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરૂૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો. વિપક્ષી સાંસદોની માંગ છે કે પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા થવી જોઈએ. પીએમએ આના પર જવાબ આપવો જોઈએ. લોકસભા-રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી હતી. બાદમાં કાલ સુધી બંને ગૃહ મુલતવી રાખવામાં આવ્યા હતા. તે જ સમયે, બિહાર મતદાર યાદીના ખાસ સઘન સુધારા (જઈંછ)ના મુદ્દા પર વિપક્ષી સાંસદોએ મકર દ્વારની બહાર સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સપાના વડા અખિલેશ યાદવ સહિત ઘણા સાંસદોએ વિરોધમાં ભાગ લીધો.
બીજા દિવસની કાર્યવાહી પહેલા, સંસદ ભવનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર વચ્ચે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા સહિત અન્ય પ્રધાનોએ પણ તેમાં ભાગ લીધો હતો. તે જ સમયે, I.N.D.I.A. ગઠબંધનના નેતાઓએ પણ એક બેઠક યોજી હતી.
સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી એટલે કે કુલ 32 દિવસ ચાલશે. આ સમયગાળા દરમિયાન, 18 બેઠકો યોજાશે, 15 થી વધુ બિલ રજૂ કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને કારણે, 13-14 ઓગસ્ટે સંસદની કાર્યવાહી નહીં થાય.
કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રમાં 8 નવા બિલ રજૂ કરશે, જ્યારે 7 પેન્ડિંગ બિલો પર ચર્ચા થશે. આમાં મણિપુર GST સુધારા બિલ 2025, આવકવેરા બિલ, રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ જેવા બિલોનો સમાવેશ થાય છે. પહેલા દિવસે, નવા આવકવેરા બિલ પર રચાયેલી સંસદીય સમિતિનો અહેવાલ લોકસભામાં રજૂ કરવામાં આવશે. સમિતિએ 285 સૂચનો આપ્યા છે. 622 પાનાનું આ બિલ 6 દાયકા જૂના આવકવેરા કાયદા 1961નું સ્થાન લેશે.