26મીથી શરૂ થશે પેરિસ ઓલિમ્પિક, 206 દેશના 10,500 એથ્લેટ જોડાશે
ભારતીય ખેલાડીઓ પણ રેકોર્ડ સર્જવા સજ્જ
પેરિસ ઓલિમ્પિક 2024નું કાઉન્ટડાઉન શરૂૂ થઈ ગયું છે. રમતગમતનો આ મહાકુંભ 26મી જુલાઈથી શરૂૂ થવા જઇ રહ્યો છે. 11મી ઓગસ્ટ સુધી યોજાનાર આ ઈવેન્ટની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા પેરિસમાં 1924 અને 1900માં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વખતે ઓલિમ્પિકમાં 206 દેશોના 10,500 એથ્લેટ ભાગ લેશે. તમામ એથ્લેટ 329 મેડલ ઈવેન્ટમાં ભાગ લેશે. ભારતીય ટીમમાં લગભગ 120 ખેલાડીઓ ભાગ હશે.
ભારતીય ખેલાડીઓ પણ આ વર્ષે નવા રેકોર્ડ બનાવવા અને સૌથી વધુ મેડલ જીતવા માટેના તમામ પ્રયાસો કરશે. આ પહેલા ટોકિયો ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ 7 મેડલ જીત્યા છે. ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 35 મેડલ જીત્યા છે. દેશનો પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અભિનવ બિન્દ્રાએ 2008 માં બેઇજિંગમાં જીત્યો હતો. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજ ચોપરા ઉપરાંત મીરાબાઇ ચાનુએ ગત ઓલિમ્પિકમાં વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. લોવલિના બોર્ગોહેને મહિલા વેલ્ટરવેટ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, પીવી સિંધુએ મહિલા સિંગલ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ, રવિ દહિયાએ મેન્સ ફ્રીસ્ટાઇલ 57 કિગ્રામાં સિલ્વર મેડલ, મેન્સ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો, બજરંગ પુનિયાએ ૂયિતહિંશક્ષલ માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
પેરિસ ઓલિમ્પિક્સ 2024 ભારતમાં જઉ અને ઇંઉ બંને ચેનલ પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. પેરિસ ઓલિમ્પિક્સ 2024નું લાઈવ સ્ટ્રીમિંગ ઉંશજ્ઞઈશક્ષયળફ એપ પર થશે. આ માટે તમારે આ એપ ડાઉનલોડ કરવી પડશે.