24 કલાકમાં બિશ્ર્નોઇનું નેટવર્ક નષ્ટ કરી દેવા પપ્પુ યાદવનો પડકાર
સાંસદ બાબા સિદ્દીકીની હત્યાના પ્રત્યાધાત
મહારાષ્ટ્રમાં પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જે બાદ બોલિવૂડ એક્ટર સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે લોરેન્સ બિશ્નોઈને બે ટકાનો ગુનેગાર કહ્યા હતા. આ ઘટના માટે મહારાષ્ટ્ર સરકારની ટીકા થઈ હતી.
પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે બાબા સિદ્દીકીની હત્યાને દુ:ખદ ગણાવી હતી. તેમણે કહ્યું કે જો કાયદો પરવાનગી આપશે.
તો તે 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈના સમગ્ર નેટવર્કને નષ્ટ કરી દેશે. પપ્પુ યાદવે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે જ્યારે ઢ સિક્યોરિટીમાં રહેતા પૂર્વ મંત્રીની હત્યા થઈ શકે છે તો સામાન્ય માણસ કેવી રીતે સુરક્ષિત રહેશે?
પપ્પુ યાદવે કહ્યું, બિહારના પુત્ર બાબા સિદ્દીકીની હત્યા અત્યંત દુ:ખદ છે. જ્યારે મહારાષ્ટ્રની ભાજપ ગઠબંધન સરકાર પોતાની પાર્ટીના આવા પ્રભાવશાળી નેતાને બચાવવા સક્ષમ નથી, તો પછી સામાન્ય લોકોનું શું થશે? તેમણે આગળ કહ્યું, પશું આ દેશ છે કે વ્યંઢળોની ફોજ.. એક ગુનેગાર જેલમાં બેસીને અમને પડકાર ફેંકી રહ્યો છે. તે લોકોની હત્યા કરી રહ્યો છે અને બધા માત્ર દર્શક બની રહ્યા છે. ક્યારેક તેણે મૂસેવાલાને માર્યો, ક્યારેક કરણી સેનાના વડાને અને હવે તેણે એક ઉદ્યોગપતિ રાજકારણીને માર્યો.