રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુંબઈની લાઈફ લાઈન લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં અફરાતફરી

11:07 AM Oct 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

છેલ્લાં ઘણાં દિવસોથી એક પછી એક ટ્રેન પાટા પરથી ઊતરી જવા કે સામ-સામે ભટકાઈ જવાના અહેવાલોએ રેલવે વિભાગની ચિંતા વધારી દીધી છે ત્યાં મુંબઈથી પણ વધુ એક ટ્રેન દુર્ઘટનાના સમાચાર આવતા ટેન્શન વધ્યું છે. માહિતી અનુસાર આ વખતે કલ્યાણ સ્ટેશને મુંબઈની જીવાદોરી ગણાતી એક લોકલ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી.

આ ઘટના થાણે જિલ્લામાં મુંબઈથી લગભગ 60 કિલોમીટરના અંતરે બની હતી. એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર ટિટવાલા-સીએસએમટી ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 પર એન્ટ્રી કરતી વખતે જ ઊતરી ગઈ હતી જેના લીધે અન્ય ટ્રેનોની અવર-જવર કલાકો સુધી ખોરવાઈ ગઈ હતી.

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ કહ્યું કે કોઈપણ વ્યક્તિની જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયાના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી. આ ટ્રેન જ્યારે પ્લેટફોર્મ નંબર 2 પર રોકાવા જઇ રહી હતી ત્યારે જ ધીમી ગતિએ આ દુર્ઘટના સર્જાઈ હતી. માહિતી અનુસાર પાછળનો ડબો પાટા પરથી ઊતરી ગયો હતો.

Tags :
indiaindia newslocal trainlocal train accidentMumbaiMumbai news
Advertisement
Next Article
Advertisement