For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભા-ધારાસભા બાદ 100 દી’માં પંચાયત ચૂંટણી

04:19 PM Mar 14, 2024 IST | Bhumika
લોકસભા ધારાસભા બાદ 100 દી’માં પંચાયત ચૂંટણી
  • કોવિંદ સમિતિએ લોકસભા, ધારાસભા, સ્થાનિક ચૂંટણીઓ માટે એક જ મતદાર યાદી તથા ત્રિશંકુ ગૃહ, અવિશ્ર્વાસની દરખાસ્તની સ્થિતિમાં ફરી ચૂંટણી યોજવા જણાવ્યું

વન નેશન-વન ઈલેક્શન પર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી અને તેમનો રિપોર્ટ તેમને સુપરત કર્યો. 18,626 પાનાના આ અહેવાલ માટે 2 સપ્ટેમ્બર 2023ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે 191 દિવસ સુધી નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ અહેવાલ સુપરત કર્યો હતો.અહેવાલમાં 2029માં લોકસભા-વિધાનસભાઓની ચૂંટણીએ એકસાથે યોજયા અને બીજા તબકકામાં ધારાસભા-લોકસભા પછી 100 દિ’માં સ્થાનિક ચૂંટણીઓ યોજવા સુચન કરાયું છે. આ ઉપરાંત સમિતિએ તેની ભલામણોમાં ત્રિશંકુ ગૃહ અથવા અવિશ્ર્વાસના પ્રસ્તાવની સ્થિતિમાં નવેસરની ચૂંટણી કરવાની જોગવાઇ કરવા ભલામણ કરી છે.

Advertisement

રિપોર્ટમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ કરવા માટે એક જ એટલે કે સામાન્ય મતદાર યાદી તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે અલગ-અલગ મતદાર યાદીઓ તૈયાર કરવામાં આવે છે. તે જ સમયે, સ્થાનિક મ્યુનિસિપલ સંસ્થાઓ અને પંચાયતોની ચૂંટણીઓ માટે, મતદાર યાદી રાજ્ય ચૂંટણી પંચની દેખરેખ હેઠળ બહાર પાડવામાં આવે છે.

આ રિપોર્ટના પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીની માહિતી આપવામાં આવી છે. બીજા તબક્કામાં, નગરપાલિકાઓ અને પંચાયતોને લોકસભા અને વિધાનસભા સાથે એવી રીતે જોડવાનું કહેવામાં આવ્યું છે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના 100 દિવસમાં સંસ્થાઓની ચૂંટણીઓ હાથ ધરવામાં આવે.એક દેશ, એક ચૂંટણીનો સીધો અર્થ એ છે કે દેશમાં તમામ ચૂંટણીઓ એકસાથે કરાવવામાં આવે. વાસ્તવમાં, આઝાદી પછીના કેટલાક વર્ષો સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી. પરંતુ પાછળથી વિધાનસભાના અકાળ વિસર્જન અને સરકારના પતનને કારણે આ પરંપરા તૂટી ગઈ.

Advertisement

રિપોર્ટમાં ભલામણ કરાઇ છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સાથે પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટણીઓ કરાવવા માટે કલમ 324અ દાખલ કરવી જોઈએ. એ ઉપરાંત એકલ મતદાર યાદી અને એક મતદાર ફોટો ઓળખ કાર્ડને સક્ષમ કરવા માટે કલમ 325માં સુધારો કરવામાં આવશે. સમિતિએ કહ્યું છે કે યાદી અને ઓળખ પત્રમાં સુધારો કરવાનું કામ ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ચૂંટણી પંચની સલાહથી કરવું જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement