For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આતંકી હાફિઝ સઇદની ઢાલ બનતું પાક, ભારતને સોંપવા નનૈયો

11:54 AM Dec 30, 2023 IST | Bhumika
આતંકી હાફિઝ સઇદની ઢાલ બનતું પાક  ભારતને સોંપવા નનૈયો

બન્ને દેશો વચ્ચે પ્રત્યાર્પણ સંધિ નહીં હોવાનું બહાનું ટાંકયું

Advertisement

ભારતે પાકિસ્તાનને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કહ્યું છે. ભારત હાફિઝ સઈદ વિરુદ્ધ અનેક કેસ દાખલ કરવા માંગે છે. જો કે, પાકિસ્તાનનું નિવેદન દર્શાવે છે કે તે આતંકવાદીઓને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા
બલોચે કહ્યું, એ જાણવું જરૂૂરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી.

મુમતાઝે કહ્યું, પાકિસ્તાનને કહેવાતા મની લોન્ડરિંગ કેસમાં હાફિઝ સઈદને સોંપવા માટે ભારત તરફથી વિનંતી મળી છે. જો કે, એ ધ્યાનમાં રાખવું જરૂૂરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પ્રત્યાર્પણ સંધિ નથી. જો કે ઉલ્લેખનીય એ પણ છે કે, ભારતમાં ગઈંઅએ હાફિઝ સઈદ વિરુદ્ધ ઘણા કેસ નોંધ્યા છે. યુએનએ પણ સઈદને આતંકવાદી જાહેર કર્યો છે. સઈદ વિરુદ્ધ આતંકવાદી ફંડિંગનો કેસ પણ ચાલી રહ્યો છે. પરંતુ પાકિસ્તાન હાફિઝ સઈદની સાથે ઉભું છે.

Advertisement

ભારતે સઈદના પુત્ર તલ્હા સઈદના પાકિસ્તાનમાં ચૂંટણી લડવાના અહેવાલોની પણ નોંધ લીધી છે. અને કહ્યું કે પાકિસ્તાનમાં કટ્ટરપંથી આતંકવાદી સંગઠનોનું મુખ્ય પ્રવાહમાં સમાવેશ કોઈ નવી વાત નથી. તે લાંબા સમયથી તેની રાજ્ય નીતિનો ભાગ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આતંકવાદીના પ્રત્યાર્પણની વિનંતી તાજેતરમાં કેટલાક દસ્તાવેજો સાથે ઈસ્લામાબાદને મોકલવામાં આવી હતી. બાગચીએ તેની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે તાજેતરમાં જ પ્રત્યાર્પણ માટે વિનંતી મોકલવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement